અમૂક મુસલમાનો એહલેબૈત (અ.મુ.સ.)ના મકામને ઘટાડો કરવાની, તેઓના હક્કનો ઈન્કાર અને તેઓની ફઝીલતો છીનવી લેવાનો પ્રયત્ન કરે છે. તેઓ આ બાબતે એવું કાંઈ વિચારતા નથી કે કોઈ તેઓને જોઈ રહ્યું છે અને જાણે કે અલ્લાહ સમક્ષ તેઓ માટે આ ઝુલ્મની કોઈ સજા જ નથી. આ મુસલમાનો વધુ ખોટા ન થઈ શકે. કારણકે એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલતો પણ કુરઆને કરીમ અને સહીહ સુન્નતમાં સારી રીતે વર્ણવાયેલ છે અને તેનો ઈન્કાર એક ખુબ ગંભીર ગુનાહ છે અને ગંભીર પરિણામોનું સબબ છે.
છેવટે એક સહાબી જે હકીકતમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના સગા પણ હતા તેના વાકેઆ પરથી સબક મળશે કે તમે આલે મોહમ્મદ (સ.અ.વ)ની ફઝીલતને ઓછી ન સમજો.
અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ અંધ થઈ ગયા:
એક લાંબી હદીસમાં ઈમામ જઅફરે સાદિક (અ.સ.) પોતાના પિતા ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) અને અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ દરમ્યાન વાતચીતને બયાન કરે છે. અમે અહીં તે ભાગ જે આપણા વિષયને લગતી છે તેને સંક્ષિપ્તમાં વર્ણવીએ છીએ.
ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) એ ફરમાવ્યું: અગર તમે રસુલુલ્લાહ (સ.અ.વ.) તરફથી વર્ણન થયા બાદ ઈન્કાર કરશો તો પછી અલ્લાહ તમને આગને હવાલે કરી દેશે જેવી રીતે તેણે તમને તે દિવસે અંધ કરી દીધા હતા જ્યારે તમે હક્કને અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની તરફેણમાં છુપાવ્યું હતું.
ઈબ્ને અબ્બાસ કહે છે: શું મારી આંખો તે કારણે જ અંધ થઈ ગઈ છે? તેણે આગળ કહ્યું: તમને કેવી રીતે તે ખબર પડે? હું અલ્લાહની કસમ ખાઈને કહું છું કે મારી આંખો ફરિશ્તાના પાંખો ફફડવાથી અંધ થઈ ગઈ.
ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: આ બાબતે મને હસવું આવે છે. મેં તેને તે દિવસે તેની અકલની મૂર્ખાઈના કારણે છોડી દીધો.
હું પછી તેમને મળ્યો અને તેને કહ્યું: અય ઈબ્ને અબ્બાસ, તમે ગઇકાલે સાચુ નથી બોલ્યા જે રીતે સાચુ હતું. અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એ તમને કહ્યું કે લય્લતુલ કદ્ર દર વર્ષે આવે છે. તે રાત્રે એ આખા વર્ષના હુકમો નાઝીલ થાય છે. તે હુકમો માટે રસુલુલ્લાહ (સ.અ.વ.) પછી ઈલાહી અધિકાર ધરાવનાર લોકો (ઇમામ) મૌજુદ છે.
તે પછી પુછયું: તે લોકો કોણ છે?
અલી (અ.સ.) એ ફરમાવ્યું: હું પોતે અને મારી નસ્લમાંથી અગીયાર ઈમામો છે અને તે લોકો કે જેની સાથે ફરિશ્તાઓ વાત કરે છે (મુહદ્દેસુન).
પછી તે કહ્યું: હું લય્લતુલ કદ્ર નથી જોતો સિવાય કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સાથે.
પછી ફરિશ્તાઓ તારી સામે જાહેર થયા, તે ફરિશ્તો જે અલી (અ.સ.)ની સાથે વાતો કરી રહ્યો હતો તેણે કહ્યું: અય અબ્દુલ્લાહ, તે જૂઠ કહ્યું છે. મારી આંખો તે રાત્રીને જોઈ રહી છે જેનું અલી (અ.સ.) એ વર્ણન કર્યું છે.
તેઓ (અલી અ.સ.)ની આંખો તે ફરિશ્તાને જોતી ન હતી પરંતુ તેઓએ દીલમાં તેની હાજરીને મહેસુસ કરી અને કાનોથી સાંભળ્યું. પછી, ફરિશ્તાએ તારા ઉપર પોતાની પાંખ ફફડાવી અને તું અંધ થઈ ગયો.
(માન્ય ન રાખતા) ઈબ્ને અબ્બાસે કહ્યું: આપણે જે બાબતે વાદવિવાદ કરી રહ્યા છે તેનો ફેંસલો અલ્લાહ કરશે.
મેં તેને કહ્યું: શું અલ્લાહે એક બાબતે બે નિર્ણયો લીધા છે?
તેણે કહ્યું: નહિ. અલ્લાહે એવું નથી કર્યું.
મેં કહ્યું: અહિંયા તમે હલાક થાવ છો અને બીજાના હલાક થવાનું સબબ પણ બનો છો.
(અલ કાફી, ભા. 1, પા. 247-248, હદીસ 2 ‘બેશક અમોએ તેણે લય્લતુક કદ્રની રાત્રીએ નાઝીલ કરી છે અને તેની તફસીરનું પ્રકરણ’)
જ્યારે અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ, ઉમ્મતના કહેવાતા આલીમ અને બુઝુર્ગ સહાબી પણ બાકાત નથી તો પછી તેના કરતા સામાન્ય મુસલમાનો આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની ફઝીલતોને ઓછી કરે તેઓ માટે કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. તેઓને આ દુનિયાની જાહેરી સલામતી અને સુરક્ષા પર ઘમંડમાં મુબ્તેલા ન થવું જોઈએ કારણકે અલ્લાહનો અઝાબ તેમના પર આવી પહોચે તે ફકત સમયની બાબત છે અને તે ત્યારે તેઓ ઉપર આવી પડે છે જ્યારે તેઓને તેની અપેક્ષા પણ હોતી નથી.