એહલે તસન્નુનનો સહાબા માટેનો અકીદો

વાંચવાનો સમય: < 1 મિનિટ

એહલે તસન્નુન સહાબા વિષે ખૂબ જ ઉદાર અને પરોપકારી દૃષ્ટિકોણ ધરાવે છે જેઓમાંથી ઘણા સહાબાઓ,

  • જંગોમાંથી ભાગી ગયા હતા,
  • પયગંબર (સ.અ.વ.)ની હાજરીમાં પોતાનો અવાજને બલંદ (ઉંચો) કર્યો હતો,
  • વારંવાર પયગંબર (સ.અ.વ.)નો વિરોધ કરતાં હતા.(તેઓને પરેશાન કરતા અને દુઃખ પહોચાડતા હતા) ,
  • પયગંબર (સ.અ.વ.)ની શહાદત બાદ તેમની અઝવાજ (પત્નીઓ) સાથે લગ્ન કરવાની ધમકી આપતા હતા,
  • પયગંબર (સ.અ.વ.)ને વસીયત લખવાથી રોક્યા હતા,
  • પયગંબર (સ.અ.વ.)ની ચાહીતી દીકરી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) અને તેમના ભાઈ તથા જાનશીન  અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.) ઉપર હુમલો કર્યો હતો.

આટલા ગંભીર ગુનાહો કરવા છતાં, એહલે તસન્નુનના ઓલમાંઓની નજરમાં સહાબાઓને આદિલ (ન્યાયી) અને ભૂલોથી મુક્ત માનવામાં આવે છે.

પ્રખ્યાત અહલે તસન્નુનના આલીમ, ઇબ્ને હજર અલ-અસક્લાની, લખે છે:

“એહલે સુન્નતનો સહાબાઓ વિષે સર્વસંમતિનો મત એ છે કે તેઓ બધા ન્યાયી(આદિલ) હતા. આ દૃષ્ટિકોણનો વિરોધ માત્ર એવા લોકો કરે છે, જેઓ બિદઅત કરનારાઓમાં સૌથી વધુ ગુમરાહ છે.”

  • અલ-ઇસાબા, પા  17

જ્યારે કે સહાબાઓને દરેક પ્રકારના દોષોથી પર (નિર્દોષ અને ન્યાયી) માનવામાં આવે છે, ત્યારે આશ્ચર્યજનક રીતે તેઓના મતે રસૂલુલ્લાહ (સ.અ.વ.) માત્ર એક સામાન્ય મનુષ્ય હતા અને તેમનાથી પણ ભૂલો થઈ શકતી હતી!!!

Be the first to comment

Leave a Reply