سَأَلَ سَائِلٌ بِعَذَابٍ وَاقِعٍ
لِّلْكَافِرِينَ لَيْسَ لَهُ دَافِعٌ
તરજૂમો: એક સવાલીએ એ અઝાબનો સવાલ કર્યો જે કાફિરો પર વાકેઅ (નાઝિલ) થવાનો છે…)
આ આયત ‘સઅલ સાઇલ’ અથવા ‘આયતે અઝાબે વાકેઅ’, સૂરહ મઆરિજની આયત નંબર ૧ અને ૨ ને કહેવામાં આવે છે, જે મુજબ કાફિરોની દરખાસ્ત પર ખુદાએ અઝાબ નાઝિલ ફરમાવ્યો. શિયા મુફસ્સિરીન મુજબ આ આયત નોઅમાન બિન હારિસે ફેહરીના બારામાં નાઝિલ થઈ છે, જેણે ગદીરે ખુમમાં ઈમામ અલી (અ.સ.) ની જાનશીની (ઉત્તરાધિકારી) પર એઅતેરાઝ (વાંધો) ઉઠાવતા ખુદા પાસે અઝાબનો મુતાલબો (માંગ) કર્યો હતો.
જ્યારે નોઅમાને ગદીરે ખુમના મુકામ પર પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની ઝબાની હઝરત અલી (અ.સ.) ની જાનશીનીની ખબર સાંભળી તો તેણે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ને કહ્યું કે, “જ્યારે આપે ખુદાની વહદાનિયત અને પોતાની રિસાલતની ગવાહી આપવા માટે કહ્યું તો અમે આપના હુકમની ઇતાઅત કરી, એના પછી આપે અમને જેહાદ, હજ, રોઝા, નમાઝ અને ઝકાતનો હુકમ આપ્યો, તેને પણ અમે કબૂલ કર્યો, પરંતુ આપ એના પર રાઝી ન થયા અને હવે આ જવાન (અલી અ.સ.) ને પોતાના જાનશીન મુકર્રર કરી રહ્યા છો. શું આ ફેંસલો આપનો પોતાનો ઝાતી ફેંસલો છે કે ખુદાનો?” પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ કસમ ખાતા ફરમાવ્યું કે આ હુકમ ખુદા તરફથી છે. આના પર નોઅમાને કહ્યું: “ખુદાયા! અગર આ વાત હક છે અને આ તારો હુકમ છે તો આસમાનથી મારા પર એક પથ્થર નાઝિલ કરી દે.”
આ હદીસ મુજબ તેની આ દરખાસ્ત પછી આસમાનથી તેના માથા પર એક પથ્થર આવીને પડ્યો અને તે ત્યાં જ હલાક થઈ ગયો, તે વખતે આ આયત નાઝિલ થઈ.
- (તફસીરે બુરહાન (સૂરએ મઆરિજની તફસીર), તફસીરે નમૂના ભાગ.૨૫, પેજ ૭; તફસીર અલ-મીઝાન, ભાગ.૨૦, પેજ ૧૧)
સન ૧૦ હિજરીમાં ગદીરના મૌકા પર નાઝિલ થવા વાળી આયતોમાં સૂરએ મઆરિજની આ આયતનો પણ શુમાર થાય છે. પરંતુ આ આયત માત્ર હઝરત અલી (અ.સ.) ની વિલાયતની એહમિયતને જ ઝાહિર નથી કરતી, બલકે તેની શાને નુઝૂલ હઝરત અલી (અ.સ.) ના ‘મનસૂસ મેનલ્લાહ’ (અલ્લાહ દ્વારા નિયુક્ત) જાનશીને રસૂલ (સ.અ.વ.) હોવાનો ઇઝહાર કરે છે. આ જ કારણ છે કે શિયા તફસીરોમાં આ આયતને વિલાયતે મુર્તઝવીના સંદર્ભમાં પેશ કરવામાં આવે છે.
પ્રથમ એઅતેરાઝ:
એહલે સુન્નતના ઓલમા માંથી ઘણાખરા દા.ત. આલૂસી અને ઇબ્ને તૈમિયા એ વાતના મોઅતકિદ (માનવાવાળા) છે કે આ આયતનો વાકેઅ-એ-ગદીર સાથે કોઈ ઇરતેબાત (સંબંધ) નથી, કારણ કે સૂરહ મઆરિજ મક્કી સૂરાઓમાંથી છે અને તે હિજરત પહેલા નાઝિલ થયો છે, જ્યારે વાકેઅ-એ-ગદીર હિજરતના દસમા વર્ષે જ્યારે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) હજ્જતુલ વિદાઅથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે બન્યો હતો
- (રૂહુલ મઆની, ભાગ:૧૫, પેજ: ૬૩; ઇબ્ને તૈમિયા, મિન્હાજુસ સુન્નહ નબવિય્યાહ ભાગ:૭, પેજ ૪૫.)
આથી તેમનો એઅતેરાઝ એ છે કે સૂરએ મઆરિજ, જેની આ શરૂઆતની આયત છે, તે એક મક્કી સૂરહ છે જ્યારે વાકેઅ-એ-ગદીર આં હઝરત (સ.અ.વ.) ની હયાતે તૈયબા(પોતાની જીંદગી) ના આખરી વર્ષમાં બન્યો હતો, તો એ કેવી રીતે શક્ય છે કે આ આયતમાં મુન્કિરે વિલાયતે અલી (અ.સ.) હારિસ બિન નોઅમાન પર અઝાબનો ઝિક્ર હોય? અર્થાત તેમનું કહેવું છે કે આ સૂરહ હુઝૂરે અકરમ (સ.અ.વ.) ની હિજરત પહેલા મક્કામાં નાઝિલ થઈ ચૂક્યો હતો, તો આ કેવી રીતે મુમકિન છે કે આં હઝરત (સ.અ.વ.) ના અંતિમ દિવસોમાં બનનાર ઘટનાનો તેમાં ઝિક્ર હોય?
જવાબ– આ વિરોધ માટે એકથી વધુ જવાબો મૌજૂદ છે:
૧. – પહેલો એ કે આ હકીકતથી મુસલમાનો વાકિફ છે કે કુરઆન તદરીજન (ક્રમશઃ) નાઝિલ થયું છે. લેહાઝા એવું નથી કે દરેક સૂરહની તમામ આયતો એક સાથે નાઝિલ થઈ હોય. એક જ સૂરહની અમુક આયતો મક્કામાં નાઝિલ થઈ છે અને અમુક આયતો મદિનામાં. આ ઉપરાંત અગર કોઈ એમ કહે કે કોઈ સૂરહના મક્કી અથવા મદની હોવાનો કાયદો એ છે કે જો તેની શરૂઆતની આયતો મક્કામાં નાઝિલ થઈ હોય તો તે મક્કી સૂરહ છે, નહીતર તે સૂરહ મદની કહેવાશે. પરંતુ આ કાયદો સો (૧૦૦) ટકા દરેક સૂરહ પર લાગુ નથી થતો કે અગર શરૂઆતની આયતો મક્કી હોય તો તે સૂરહને મદની નથી કહેવાતો અથવા અગર શરૂઆતની આયતો મદિનામાં નાઝિલ થઈ હોય તો તે સૂરહને મક્કી નથી કહેવાતો. આની કેટલાક ઉદાહરણો આ મુજબ છે:
- સૂરહ ‘કહફ’ ની શરૂઆતની સાત આયતો મદની છે, છતાં આ સૂરહ મક્કી છે. (અલ-ઇત્કાન ભાગ:.૧, પેજ ૪૧)
- સૂરહ ‘મુતફ્ફિફીન’ ની પહેલી આયત મદની છે અને તમામ આયતો મક્કી છે, છતાં આ સૂરહ મક્કી મશહૂર છે. (જામેઉલ બયાન ભાગ:૩૦, પેજ ૯૧)
- સૂરહ ‘લૈલ’ ની તમામ આયતો મક્કામાં નાઝિલ થઈ છે, જ્યારે પહેલી આયત મદિનામાં નાઝિલ થઈ છે. આ સૂરહ પણ મક્કી છે. (અલ-ઇત્કાન ભાગ:૧, પેજ ૪૮)
- સૂરહ ‘મુજાદેલાહ’ મક્કી સૂરહ છે, પરંતુ તેની શરૂઆતની દસ આયતો મદની છે. (ઇરશાદુલ અકલ વ સલીમ ભાગ:.૮, પેજ ૨૧૫)
આ રીતના ઘણા બધા ઉદાહરણો મૌજૂદ છે.
૨. – બીજી વાત એ કે એવું પણ બન્યું છે કે કુર્આનની આયતો બે વખત નાઝિલ થઈ હોય, જેમકે ઘણા બધા ઓલમાએ સ્પષ્ટતા કરી છે કે નસીહત, યાદદેહાની અથવા આયતની શાન અને એહતેમામને નજરમાં રાખીને ઘણી બધી કુરઆનની આયતો બે વાર નાઝિલ થઈ છે. ઉદાહરણ તરીકે સૂરહ રૂમની શરૂઆતની આયતો, ‘બિસ્મિલ્લાહ હિરરહમા નિરરહીમ’ વગેરે. સૂરહ ફાતેહાને ‘સબ્અ મસાની’ એટલા માટે જ કહેવામાં આવે છે કે તે બે વાર નાઝિલ થઈ છે.
– (અલ-ગદીર ઉર્દૂ જિ.૧, પેજ ૧૩૮)
૩. – ત્રીજું એ કે અગર આ આયતોનું નુઝૂલ મક્કામાં ફર્ઝ (ધારી લેવું) પણ કરી લેવામાં આવે, તો પણ હારિસના વાકેઆને જુઠલાવી શકાતો નથી. અલ્લામા અમીની(અ.ર.)એ પોતાની કિતાબ અલ-ગદીરમાં આ વાકેઆને અહલે સુન્નતના ૩૦ મઅરૂફ હવાલાઓથી નકલ કર્યો છે, ઉદાહરણ તરીકે ફરાએદુસ સિમ્તૈન, તફસીર અલ-કશ્ફ વલ બયાન, તફસીર સિરાજુલ મુનીર વગેરે.
(વિગતવાર માટે કિતાબ અલ-ગદીર ભાગ.૧, પેજ ૨૩૯-૨૪૬ તરફ રૂજૂઅ કરો.)
એટલા માટે જો કે હારિસ પર અઝાબના વાકેઆને આ આયતની શાને નુઝૂલ ન પણ સમજવામાં આવે, તો પણ તેને ‘તઅવીલ’ તો કહી જ શકાય છે. એટલે કે અગર એ ફર્ઝ કરી લેવામાં આવે કે સૂરહ મઆરિજની શરૂઆતની આયતો મક્કામાં નાઝિલ થઈ ચૂકી હતી, તો પણ વિલાયતે અલી (અ.સ.) ની એહમિયત ઝાહિર કરવા માટે અને આ આયતોની તઅવીલને ઝાહિર કરવા માટે જિબ્રઈલે અમીન આ આયતોને રસૂલે ઇસ્લામ (સ.અ.વ.) પર ફરીથી લઈને આવ્યા હોય.
બીજો એઅતેરાઝ:
બીજો એઅતેરાઝ જે મુખાલિફીને વિલાયતે મુર્તઝવી કરે છે, તે એ કે કુર્આનનું ફરમાન છે કે ‘રસૂલ (સ.અ.વ.) જ્યાં સુધી આપ (આ મુશરિકીન) ની વચ્ચે મૌજૂદ છો, તેમના પર અઝાબ નાઝિલ નહીં થાય’ (સૂરહ અન્ફાલ: ૩૩).
તો એ કેવી રીતે મુમકિન છે કે રસૂલે અકરમ (સ.અ.વ.) ની મૌજૂદગીમાં હારિસ બિન નોઅમાને ફેહરી પર આસમાનથી અઝાબ નાઝિલ થયો હોય? કારણ કે આ વાકેઅ સરીહન (સ્પષ્ટપણે) કુર્આનની મુખાલેફત(વિરોધાભાસ) કરી રહ્યો છે, એટલા માટે આ એક જૂઠ છે અને માત્ર શિયાઓની ઈજાદ(શોધ) છે અને બીજું કંઈ નથી.
જવાબ – આનો જવાબ એ છે કે આ વાત સહીહ છે કે રસૂલે ઇસ્લામ (સ.અ.વ.) નું વજૂદ અઝાબે ઇલાહી નાઝિલ થવામાં રુકાવટ હતું. પરંતુ આનો મતલબ એ નથી કે કોઈ પણ હાલમાં અઝાબ નહીં આવે, આનો મતલબ એ છે કે અઝાબ, આખી કૌમ પર ફિલ જુમલા (સામૂહિક રીતે) નહીં આવે. આવું એટલા માટે છે કારણ કે ખુદ રસૂલે ખુદા (સ.અ.વ.) એ બાઝ મુશરેકીન માટે બદદુઆ ફરમાવી, જે અઝાબે ઇલાહીની શકલમાં તે મુજરિમો(ગુનેહગારો) પર નાઝિલ થયો. આ હદીસ અને રિવાયાતમાં એવા વાકેઆતો આસાનીથી મળી જશે જ્યાં નબી-એ-રહેમતને મુખાલિફીન પર ઇઝહારે નારાઝગી અને બદદુઆ કરવી પડી, જેના કારણે તે શખ્સ પર અઝાબે ઇલાહી નાઝિલ થયો. કારણ કે તારીખે ઇસ્લામમાં અબૂ ઝમઆ, માલિક બિન તલાલા અને હકમ બિન અબીલ આસ ના નામે અઝાબે ઇલાહીમાં મુબ્તેલા થવાવાળાઓના ઉન્વાનથી સાબિતશુદા છે (તફસીરે નમૂના, ભાગ.૨૫, પેજ ૧૨-૧૩.)
આ રીતના અનેક વાકેઆ તો અહલે સુન્નતના હવાલાઓમાં પણ મૌજૂદ છે:
- સહીહ મુસ્લિમમાં છે કે જ્યારે કુરૈશ, રસૂલે અકરમ (સ.અ.વ.) ની મુખાલેફત પર દ્રઢતાથી નક્કી કરેલ, તો આપે બદદુઆ ફરમાવી, “ખુદાયા! આમના પર ઝમાના-એ-યૂસુફ (અ.સ.) ની જેમ ગલ્લાં (અનાજ) નો અઝાબ નાઝિલ ફરમાવ.” પયગમ્બર (સ.અ.વ.) ની બદદુઆથી એવો દુકાળ પડ્યો કે તમામ અનાજ ખતમ થઈ ગયું અને ભૂખથી એ હાલત થઈ ગઈ કે કુરૈશ મુરદાર ખાવા પર મજબૂર થઈ ગયા. (સહીહ મુસ્લિમ ભાગ.૫, પેજ ૩૪૨)
- રિવાયતમાં મળે છે કે અબૂ લહબના દીકરા, લહબે રસૂલે ખુદા (સ.અ.વ.) ને ખરાબ અલ્ફાઝથી(શબ્દો) બોલાવ્યા. આપ (સ.અ.વ.) એ આ બદતમીઝ માટે બદદુઆ કરી કે ‘ખુદા તેના પર કોઈ હૈવાનને મુસલ્લત કરી દે’. પરિણામે રિવાયતમાં મળે છે કે શામની એક સફર પર જ્યારે અબૂ લહબનો દીકરો ગયો તો સફર દરમિયાન રાતમાં એક જંગલી જાનવરે તેના પર હુમલો કર્યો અને તેને ચીરી ફાડી નાખ્યો. (વધુ તફસીલ માટે વાંચકો કિતાબ અલ-ગદીર ઉર્દૂની પેહલા ભાગ તરફ રૂજૂઅ કરી શકે છે.)
એટલા માટે મુખાલિફીનનો આ એઅતેરાઝ પણ મતલબ વગરનો છે.
આ વાકેઆની સચ્ચાઇ માટે આટલું જ કાફી છે કે તેને શિયાઓ સિવાય મુસ્તનદ અહલે સુન્નત ઓલમાએ પણ તફસીલથી(વિગતવાર) નકલ કર્યો છે, જેમાંથી કેટલાક નામો આ મુજબ છે – અબૂ ઇસ્હાક સઅલબી, હાકિમ હસ્કાની (દોઆહુલ હુદાત ઇલા અદાઈ હક્કિલ મુવાલાત), સિબ્તે ઇબ્ને જવઝી (તઝકેરતુલ ખવાસિલ ઉમ્મા), અબૂબકર કુર્તુબી વગેરે.
Be the first to comment