જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર પરના હુમલા સમયે શા માટે અમીરુલ મોમીનીન (અ.સ.)ની પહેલાં જ. ફાતેમા ઝહરા (સ.અ) આગળ આવ્યાં

વાંચવાનો સમય: < 1 મિનિટ

જ્યારે ઝાલિમોએ હઝરત ફાતેમા ઝહરા (સ.અ) ના મુબારક ઘર પર હુમલો કર્યો, ત્યારે તેઓએ અમીરૂલ મોઅમિનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અલયહિસ્સલામ) નો મુકાબલો કરવાને બદલે ખુદ જનાબે સૈયદા (સ.અ.) ને પોતાની સામે જોયા.

તે અત્યાચારી (ઝાલિમ) એ હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ને સંબોધીને અમીરૂલ મોઅમિનીન (અ.સ.)ની મજાક ઉડાવતા (અપમાનજનક લહેજામાં) કહ્યું:

“તમારા પિતરાઈ ભાઈ (ઇબ્ને અમ) ને શું થયું છે? તેઓ પોતે પડદા પાછળ બેઠા રહ્યા અને તમને  આગળ મોકલી દીધા?”

જ.  ફાતેમા ઝહરા (સ.અ.) એ જવાબ આપ્યો

“હે બદબખ્ત (શકી)! તારા જ ઝુલ્મ અને સરકશી (તુગ્યાન) એ મને આ રીતે બહાર આવવા મજબૂર કરી છે, જેથી તારા પર તેમજ દરેક ભટકેલા અને ગુમરાહ શખ્સ પર હુજ્જત તમામ (સાબિત) થઈ જાય.”

અમીરૂલ મોઅમિનીન (અ.સ.) થી પહેલાખુદ પોતે દરવાજે આવીને, જ. ફાતેમા ઝહરા (સ.અ.) તમામ ઝમાનાના મુસલમાનોને એ સાબિત કરી બતાવવા માંગતા હતા કે તેમના મુબારક ઘર પર હુમલો કરનાર જૂથ કેટલું હદે ઝાલિમ હતું; જ્યારે કે તેઓ પયગંબરે અકરમ (સ.અ.વ.) ના પ્યારી દુખ્તર અને જન્નતની તમામ સ્ત્રીઓના સરદાર (સૈયદતુન્નીસાઈલ આલમીન) હતા, તેમ છતાં તેમના અઝમત-ઓ-મકામની કોઈ પરવા કરવામાં ન આવી.

જ્યારે તે અત્યાચારી (ઝાલિમ) ને માલૂમ પડ્યું કે દરવાજા પાછળ જ. ફાતેમાઝહરા (સ.અ.) છે ત્યારે તેણે ત્યાંથી પાછા હટી જવું જોઈતું હતું. પરંતુ આ જાણ્યા પછી પણ ઘરમાં બળજબરીથી દાખલ થઈને, તેણે રસૂલે ખુદા (સ.અ.વ.) અને તેમના માસૂમ અહલેબૈત (અ.મુ.સ.) પ્રત્યેનો પોતાનો એ ઊંડો દ્વેષ (બુગ્ઝ અને કીનો) ખુલ્લો કરી દીધો, જે તેણે અત્યાર સુધી પોતાના દિલમાં છુપાવી રાખ્યો હતો.

Be the first to comment

Leave a Reply