ઇસ્લામમાં અને ખાસ કરીને શીયા મઝહબમાં ખુદા અને રસુલ(સ.અ.વ.)ના દુશ્મનોથી બેઝારી (બરાઅત) કરવી વાજીબ ગણવામાં આવ્યું છે. આ વિષયમાં કુરઆનમાં અનેક આયતો પણ છે. પરંતુ જ્યારે અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.)ના દુશ્મનો વિશે એ જ વાત કહેવામાં આવે છે. ત્યારે કેટલાક લોકો વાંધો ઉઠાવે છે તેથી જ્યારે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના દુશ્મનો પર તબર્રા કરવાની વાત આવે છે ત્યારે એક સમુહ કહે છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના દુશ્મનો પર તબર્રા કરવાથી બચવું જોઇએ. કારણ કે અન્ય ઇસ્લામી ફીરકા એ લોકોની તાઅઝીમ કરે છે.
એ કારણોસર આ લોકો (દુશ્મનો)થી તબર્રા કરવું બીજા (અન્ય) મુસ્લીમોની નારાજગીનું કારણ બને છે. તેથી મુસ્લીમોની ખુશનુદી માટે અને મુસ્લીમ એકતાના વિશાળ(વસી) હીતોને ધ્યાનમાં રાખીને આપણે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના દુશ્મનો સામે તબર્રા કરવાથી બચવું જોઇએ અને તેનાથી વિરૂધ્ધ આપણે પણ એ વ્યક્તિઓનો આદર કરવો જોઇએ.
આ વાંધાના ઘણા જવાબ આપી શકાય છે. પરંતુ અહીંયા અમે માઅસુમ (અ.મુ.સ)ના કોલથી દલીલ કરવી વધુ યોગ્ય માનીએ છીએ. જ્યારે અમે ઇમામ મોહમ્મદ બાકીર(અ.સ.)થી આ બાબત પર એક વાકેઓ જોઇએ તો જાણવા મળે છે કે હઝરતે તબર્રાની એહમીયતને ઉજાગર(રોશન) કરી છે અને તેને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ચાહવાવાળાઓ ઉપર વાજીબ ગણાવી છે.
તબર્રા વિશે ઇમામ બાકીર(અ.સ.)એ ફરમાવ્યું : ‘એ અલ્લાહના બંદાઓ આ કૌમે અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.) પર કેટલો મોટો અન્યાય(ઝુલ્મ) કર્યો છે. અને તેમની સાથે તેમના વિશે કેટલો ઓછો ન્યાય કર્યો છે અને તેમણે હ. અલી(અ.સ.)ને તેમના ફઝાએલથી મહેરૂમ(વંચીત) રાખ્યા અને એ ફઝાએલ સહાબીઓને આપ્યા.જ્યારે અલી(અ.સ.) તેમના દરેક લોકોથી શ્રેષ્ઠ હતાં. પછી તેઓ કેવી રીતે હ.અલી(અ.સ.)ને એ દરજ્જા (હોદૃા)થી દુર રાખી શકે છે. જે તેમણે બીજાઓને આપ્યા છે ?
તેમનાથી પુછવામાં આવ્યું : ‘આ કેવી રીતે થયું અય અલ્લાહના રસુલ(સ.અ.વ.)ના ફરઝંદ ?
ઇમામ બાકીર (અ.સ.) એ ફરમાવ્યું: ‘તમે અબુબક્ર ઇબ્ને કહાફહની વિલાયતને સ્વીકારી લીધી અને તેમના દુશ્મનોની વિરૂધ્ધ તબર્રા કર્યુ તેઓ જે કોઇ પણ હોય.
આવીજ રીતે ઉમર ઇબ્ને ખત્તાબની વિલાયતને સ્વીકારી લીધી અને તેમના દુશ્મનોથી વિરૂધ્ધ તબર્રા કર્યું. અને તેઓ જે કોઇ પણ હોય.
અને તમે ઉસ્માન ઇબ્ને અફફાનની વિલાયતને પણ સ્વીકારી લીધી અને તેમના દુશ્મનોથી વિરૂધ્ધ તબર્રા કર્યું અને તેઓ જે કોઇ પણ હોય.
ત્યાં સુધી કે મામલો હ. અલી(અ.સ.) સુધી પહોંચી ગયો ત્યારે તમે કહ્યું : ‘તમે તેના દોસ્તોથી વિલાયત રાખો છો પરંતુ તેમના દુશ્મનોથી તબર્રા ન કરો. જ્યારેકે તમે દાવો કરો છો કે અમે તેમનાથી મોહબ્બત કરીએ છીએ.
હવે જણાવો કે લોકો માટે આ કેવી રીતે જાએઝ છે કે તેઓ મોહબ્બતનો દાવો કરે જ્યારે કે અલ્લાહના રસુલ (સ.અ.વ.)એ હ. અલી(અ.સ.) વિશે ફરમાવ્યું હતું કે : ‘એ અલ્લાહ તું તેનાથી મોહબ્બત કર જે અલી(અ.સ.) થી મોહબ્બત કરે અને તેમનાથી દુશ્મની રાખ જે અલી(અ.સ.)થી દુશ્મની રાખે અને તેની મદદ કર જે તેમની મદદ કરે અને તેને છોડી જે તેમને છોડી દે.’
હવે જણાવો કે શું હ.અલી(અ.સ.)ના દુશ્મનોને દુશ્મન ન રાખવા અને ન તો તેમને છોડી દેવા જેમણે અલી(અ.સ.)ને છોડી દીધા ?
આ ઇન્સાફ નથી પરંતુ નાઇન્સાફી છે જ્યારે કે અલ્લાહ તઆલાએ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની દુઆઓ અને અલ્લાહ તઆલાની નજદીક આપની બુઝુર્ગીને જે ફઝાએલથી અતા કરી છે તે લોકો તેને રદ્દ (ખંડન) કરે છે. પરંતુ જે કાંઇ પણ સહાબા એ કેરામ માટે મનકુલ (વર્ણવેલું) છે તેને કબુલ કરે છે તે કઇ ચીજ (વસ્તુ) છે જેમાં તે (લોકો) તેને હ. અલી(અ.સ.) માટે રદ્દ (ના મંજુર) કરી છે અને તેને રસુલુલ્લાહ (સ.અ.વ.) ના બીજા અસ્હાબો(સાથીઓ) તરફ મન્સુબ (સબંધીત) કરે છે ?
આ રિવાયત તબર્રા પર એક રોશન દલીલ છે અને આ પ્રકારની બીજી ઘણી દલીલો આપણી કિતાબોમાં મૌજુદ છે. જેનાથી દુશ્મનોથી બેઝારી સ્પષ્ટ પણે વાજિબ સાબિત થાય છે.
અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના તમામ દુશ્મનોથી તે દુશ્મનોની હેસીયત (સ્થીતી) અને ઇઝઝત (સન્માન)ને બાજુ પર રાખીને બરાઅત (બેઝારી) કરવું દરેક મુસલમાન પર વાજીબ છે. ભલે તે દુશ્મનોની યાદીમાં પ્રખ્યાત સહાબીઓ અથવા અજવાઝે નબી (નબી (સ.)ની પત્નીઓ) કેમ ન શામીલ હોય અને મુસલમાનોના અમુક તબક્કાની નજીક તેમની તઅઝીમ જ કેમ ન કરવામાં આવતી હોય.
જે લોકો ઇમાન લાવ્યા છે તેમના માટે એ યોગ્ય નથી કે તેઓ મુશ્રીકોનું જહન્નમી હોવાનું સ્પષ્ટ થઇ ગયા પછી મગ્ફેરત (માફી)ની દુઆ કરે. ભલેને તેઓ તેમના સગા-સબંધીઓ કેમ ન હોય. જ્યારે કે તેમના પર આ વાત સ્પષ્ટ થઇ ચુકી છે કે તેઓ જહન્નમ (દોઝખ)ના હકદાર છે.
અને ઇબ્રાહીમનું પોતાના (પાલક) બાપ (કાકા આઝર) માટે ઇસ્તેગફાર કરવું ફકત એક વાયદાના કારણે હતું. કે જે તેની સાથે કર્યો હતો. પણ જ્યારે તેના પર સ્પષ્ટ થઇ ગયું કે તે અલ્લાહનો દુશ્મન છે ત્યારે તેનાથી બેઝાર થઇ ગયો; બેશક ઇબ્રાહીમ ઘણો નરમ દિલ, સહનશીલ હતો. (સુ. તૌબા ૧૧૪)
Be the first to comment