ઇમામ મોહમ્મદ તકી (અ.સ.)ની ચર્ચા (ડીબેટ) : ઉમર અને અબુબક્રએ(બે શેખોએ)નકલી હદીસો ઘડી કાઠવા બાબતે

વાંચવાનો સમય: 7 મિનિટ

ઇમામ રઝા(અ.સ.)ની શહાદત પછી ઇમામતની જવાબદારી તેમના દીકરા હ. મોહમ્મદ તકી(અ.સ.) ને સુપુર્દ થઇ (પર આવી) તે સમયે આપની ઉમ્ર મુબારક નાની હતી. પરંતુ આપના કમાલાત અને ફઝાએલ લોકોમાં ખુબ મશહુર હતાં. આ કારણે ખલીફા મામુને પોતાના પરિવારનો સખ્ત વિરોધ છતાં પોતાની દીકરી ઉમ્મુલ ફઝલના નિકાહ ઇમામ જવાદ(અ.સ.) સાથે કરાવ્યા. પછી મામુનના દરબારમાં અલગ અલગ આલીમો સતત આપનુ ઇમ્તેહાન(એકઝામ) લેતા રહ્યા. અને તમારાથી અલગ-અલગ મોકાઓ ઉપર સવાલ કરતાં હતાં. આ સવાલોમાં તે આલીમોએ પહેલા ખલીફા અને બીજા ખલીફા વિશે બયાન કરવામાં આવેલી હદીસો ઉપર ચર્ચા કરી હતી.

રીવાયતમાં છે કે જ્યારે મામુને પોતાની દીકરીની શાદી ઇ.માહમ્મદ તકી (અ.સ.) સાથે કરી તો એક દિવસ બેઠકમાં મામુન, ઇ.મોહમ્મદ તકી (અ.સ.) અને યહ્યા બીન અકસમ અને બીજા લોકો હાજર હતાં.

યહ્યા બિન અકસમ તે સમયનો એક પ્રખ્યાત એહલે તસન્નુન (સુન્ની) વિદ્વાન અને મોટો ફકીહ હતો, તેણે આ પ્રસંગનો લાભ ઉઠાવીને ઇમામત અંગે ઇમામ (અ.સ.) સમક્ષ વિવાદ છેડ્યો અને આ વિષય પર પ્રશ્નોની એક હારમાળા રજૂ કરી

યહ્યા બિન અક્સમ: રીવાયતોમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે એકવાર જ. જિબ્રઈલ (અ.સ)એ રસૂલે ખુદા (સ.અ.વ.)ની ખિદમતમાં આવીને કહ્યું: યા મોહમ્મદ (સ.અ.વ.)! ખુદાવંદે આલમે આપને સલામ કહ્યા છે અને કહ્યું છે : હું અબુબક્રથી રાજી છું. તેમનાથી પુછો કે શું તે પણ મારાથી રાજી છે ?  આ વિષયમાં તમારો મત શું છે?[1]

હઝરત ઇમામ મોહમ્મદ તકી અલ-જવાદ અ.સ: હું અબૂ બક્રની ફઝીલતનો ઇન્કાર કરતો નથી[2], પરંતુ આ હદીસના રાવીએ (વર્ણનકરનારે) રસૂલે ખુદા (સ.અ.વ.)ની તે હદીસથી ચોક્કસ વાકેફ હોવું જોઈતું હતું જે આપ (સ.અ.વ.) એ હજ્જતુલ વિદાઅ (આખરી હજ્જ)ના સમયે ફરમાવી હતી: ‘મારા નામે ખોટી હદીસો ઘડી કાઢનારા લોકોની સંખ્યા વધી ગઈ છે અને મારા દુનિયામાંથી ચાલ્યા જવા પછી આવા લોકો હજુ વધશે. જે કોઈ જાણીજોઈને મારા નામે ખોટી રિવાયત જોડશે તે જહન્નમમાં આકરી સજાનો હકદાર બનશે. એટલા માટે, મારા નામે નોંધાયેલી કોઈપણ હદીસને અલ્લાહની કિતાબ (કુર્આને મજીદ) અને મારી સુન્નત સાથે સરખાવીને ચકાસો; જો તે તેના અનુરૂપ હોય તો જ તેને સ્વીકારો, અન્યથા તેને ફગાવી દો.‘ આ હદીસ (જેમાં અલ્લાહ અબૂ બક્રની રઝા અંગે પૂછપરછ કરે છે) કુર્આને પાક સાથે સુસંગત નથી, કારણ કે ખુદ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે:

وَ لَقَدۡ خَلَقۡنَا الۡاِنۡسَانَ وَ نَعۡلَمُ مَا تُوَسۡوِسُ بِہٖ  نَفۡسُہٗ ۚۖ وَ نَحۡنُ  اَقۡرَبُ اِلَیۡہِ  مِنۡ  حَبۡلِ  الۡوَرِیۡدِ

અને બેશક ઇન્સાનને અમોએ પેદા કર્યો છે, અને તેનું મન જે કાંઇ વસવસો કરે છે તે અમે જાણીએ છીએ, અને અમે તેની ગરદનની ધોરી નસ કરતાંય વધારે નઝદીક છીએ!

(સૂરએ કાફ, આયત(૫૦) ૧૬)

(આ પવિત્ર આયત અનુસાર અલ્લાહ માણસની ધોરી નસ કરતાં પણ વધુ નજીક છે, તો પછી એ કેવી રીતે શક્ય બને કે તે અબૂ બક્રના દિલના હાલથી વાકેફ ન હોય અને અબૂ બક્ર તેનાથી રાઝી છે કે નહીં તે જાણવા માટે જિબ્રઈલને મોકલવા પડે! આવી ઉપજાવી કાઢેલી હદીસોની સરખામણીમાં, સુન્નીઓ શિયાઓ પર અહલેબૈત (અ.સ.) ના મકામમાં ગુલૂવ (અતિશયોક્તિ) કરવાનો જે આરોપ મૂકે છે તે તદ્દન પાયાવિહોણો છે!)

ઇ. મોહમ્મદતકી (અ.સ.)એ આગળ ફરમાવ્યું : અબુબક્ર વિશે તે હદીસ કહેવામાં આવી છે તે ખુદાની કિતાબ સાથે મેળ ખાતી નથી. કારણકે ખુદાવંદે આલમ ફરમાવે છે : અમે ઇન્સાનને પૈદા કર્યા છે અને અમે જાણીએ છીએ તેના દિલમાં શું છે ? અને અમે અમારા બંદાની તેની ગળાની નસ કરતા વધારે નજદીક છીએ.

શું અબુબક્રની ખુશી કે નારાજગી અલ્લાહથી છુપાએલી હતી કે જેથી તે પયગમ્બર (સ.અ.વ.)ને તેના વિશે પુછી શકે ? વાત અકલની (તાર્કિક) રીતે પણ અશક્ય છે.

યહ્યા બિન અક્સમ: એવું રિવાયત કરવામાં આવ્યું છે કે ઝમીન પર અબૂ બક્ર અને ઉમરનો દરજ્જો તેવો જ છે જેવો આસ્માનોમાં જ.જિબ્રઈલ અને જ.મીકાઈલનો દરજ્જો છે.

હઝરત ઇમામ મોહમ્મદ તકી અલ-જવાદ અ.સ: આ હદીસ પણ અસ્વીકાર્ય છે; કેમ કે જ.જિબ્રઈલ અને જ.મીકાઈલ બંને અલ્લાહના અત્યંત આદરણીય અને મુકર્રબ ફરિશ્તાઓ છે જે સર્વશક્તિમાન અલ્લાહની નજીક છે જેમણે ક્યારેય કોઈ ગુનાહ નથી કર્યો અને ન તો એક પળ માટે પણ પોતાના રબની ઇતાઅત (આજ્ઞાપાલન) માંથી ગાફિલ રહ્યા છે. જ્યારે કે અબૂબક્ર અને ઉમર મુશરિક હતા અને તેમણે પોતાની જિંદગીનો મોટો ભાગ મૂર્તિપૂજા અને શિર્કમાં વિતાવ્યો હતો. આથી, એ સ્પષ્ટ છે કે અલ્લાહ (ત.વ.ત) તેમની બરોબરી (તુલના) જીબ્રઇલ અને મીકાઇલ (અ.) જેવા માસુમ ફરિશ્તાઓ સાથે કરે તે અશક્ય છે.

યહ્યા બિન અક્સમ: એવી જ રીતે એવું પણ કહેવામાં આવ્યું છે કે અબુબક્ર અને ઉમર જન્નતમાં બુઢા લોકોના સરદાર છે આ હદીસ વીશે તમે શું કહો છો.

હઝરત ઇમામ મોહમ્મદ તકી અલ-જવાદ અ.સ: આ હદીસ પણ વિશ્વસનીય નથી; કારણ કે જન્નતમાં દાખલ થનારા તમામ લોકો જવાન (યુવાન) હશે, ત્યાં કોઈ વૃદ્ધ હશે જ નહીં! આ રિવાયત બની ઉમય્યા (ઉમવીઓ) દ્વારા રસૂલે ખુદા (સ.અ.વ.) ની તે પ્રમાણભૂત હદીસના મુકાબલામાં ઘડી કાઢવામાં આવી હતી જેમાં આપ (સ.અ.વ.) એ ઇમામ હસન (અ.સ.) અને ઇમામ હુસૈન (અ.સ.) ને જન્નતના જવાનોના સરદાર છે:

الحَسَنُ وَالحُسَينُ سَيِّدَا شَبَابِ أَهْلِ الجَنَّةِ

‘હસન(અ.) અને હુસૈન(અ.) જન્નતના જવાનોના સરદાર છે.’[3]

યહ્યા બિન અક્સમ: રીવાયતમાં છે કે ઉમર ઇબ્ને ખત્તાબ જન્નતના ચીરાગ છે.

હઝરત ઇમામ મોહમ્મદ તકી અલ-જવાદ અ.સ: આ પણ અશક્ય છે, કારણ કે જન્નતમાં અલ્લાહની નજીક ફરીશ્તાઓ, પયગમ્બરો, હ.આદમ (અ.સ.), હ.મોહમ્મદ(સ.અ.વ.) અને બધા ફરીશ્તાઓ છે. તો પછી એ કેવી રીતે શક્ય છે કે જન્નત તેઓના નુરથી રોશન(પ્રકાશીત) ન હોય. પરંતુ ઉમરના નુરથી રોશન (પ્રકાશીત) થઇ જાય?

યહ્યા બિન અક્સમ: રીવાયતમાં છે કે ‘સકીનહ’ ઉમરથી ઝબાની વાતો કરે છે (ઉમર જે કાઇ કહે છે તે મલાએકા અને ફરીશ્તાઓની તરફથી કહે છે.)

હઝરત ઇમામ મોહમ્મદ તકી અલ-જવાદ અ.સ:: હું ઉમરની ફઝીલતનો ઇન્કાર નથી કરતો[4] પરંતુ અબુબક્ર જે ઉમર કરતાં શ્રેષ્ઠ હતા (તમારી દ્રષ્ટિએ) તે મીમ્બર ઉપરથી કહેતા હતાં. મારી પાસે એક શૈતાન છે જે મને ગુમરાહ (ગેરમાર્ગ) કરે છે તેથી જ્યારે પણ તમે મને ગેરમાર્ગ(ગુમરાહ) જુઓ ત્યારે મારો હાથ પકડો.

યહ્યા બિન અક્સમ: રીવાયતમાં છે કે પયગમ્બરે અકરમ(સ.અ.વ.) એ ફરમાવ્યું : અગર હું નબુવ્વત ઉપર નિયુક્ત ન થયો હોય તો યકીનન ઉમર નિયુક્ત થાત. [5]

હઝરત ઇમામ મોહમ્મદ તકી અલ-જવાદ અ.સ: નુબુવ્વત (પયગંબરી) ના મામલે આ હદીસની સરખામણીમાં કુર્આને પાક વધુ સચોટ અને પ્રમાણભૂત છે, જ્યાં ખુદ અલ્લાહ ફરમાવે છે:

وَ اِذْ اَخَذْنَا مِنَ النَّبِیّٖنَ مِیۡثَاقَہُمْ وَ مِنۡکَ وَ مِنۡ نُّوۡحٍ وَّ اِبْرٰہِیۡمَ وَ مُوۡسٰی وَ عِیۡسَی ابْنِ مَرْیَمَ ۪ وَ اَخَذْنَا مِنْہُمۡ مِّیۡثَاقًا غَلِیۡظًا

‘અને (યાદ કરો) જ્યારે અમે પયગંબરો પાસેથી તેમનો અહદ (વચન) લીધો, અને આપની પાસેથી પણ, તેમજ નૂહ, ઇબ્રાહીમ, મૂસા અને મરયમના પુત્ર ઈસા પાસેથી; અને અમે તેમની પાસેથી એક મજબૂત અને દ્રઢ અહદ લીધો હતો.‘

(સૂરહ અહઝાબ (૩૩): ૭)

આ પવિત્ર આયત સ્પષ્ટપણે સાબિત કરે છે કે અલ્લાહે તમામ અંબિયાઓ પાસેથી પયગંબરીનો અહદ લીધો હતો. તો પછી આ કિસ્સામાં એ કેવી રીતે શક્ય બને કે જે અહદ પરવરદિગારે ખુદ લીધો હોય તેને તે બદલી નાખે? કોઈ પણ પયગંબર ક્યારેય (આ ઈલાહી અહદ અનુસાર) શિર્ક કે કુફ્રમાં લિપ્ત રહ્યા નથી, તો પછી અલ્લાહ એવી વ્યક્તિને નુબુવ્વત કેવી રીતે અતા કરી શકે જેણે પોતાની જિંદગીનો મોટો ભાગ મૂર્તિપૂજામાં વિતાવ્યો હોય?

તદુપરાંત, ખુદ પયગંબરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું છે: ‘હું તે સમયે પણ નબી હતો જ્યારે આદમ (અ.સ.) નું અસ્તિત્વ પાણી અને માટીની વચ્ચે હતું.

યહ્યા બિન અક્સમ: રીવાયત થઇ છે કે પયગમ્બરે અકરમ(સ.અ.વ.) એ ફરમાવ્યું કે : મારી ઉપરથી વહી ક્યારેય બંધ નથી થઇ અને અગર બંધ થઇ ગઇ હોત તો તે વહી ખતાબ (ઉમરના પીતા) ના ઘરમાં ચાલી ગઇ હોત  એટલે કે નબુવ્વત મારા ઘરમાંથી તેમના ઘરે ચાલી ગઇ છે.

હઝરત ઇમામ મોહમ્મદ તકી અલ-જવાદ અ.સ: આ કથન પણ સંપૂર્ણપણે અસત્ય છે; કારણ કે ખુદ રસૂલે ખુદા (સ.અ.વ.) ક્યારેય પોતાની નુબુવ્વત અને તેની ખાતેમીય્ય્ત પર શંકા કરી શકે જ નહીં, કેમ કે અલ્લાહ ફરમાવે છે:

اَللہُ یَصْطَفِیۡ مِنَ الْمَلٰٓئِکَۃِ رُسُلًا وَّ مِنَ النَّاسِ

‘અલ્લાહ ફરિશ્તાઓમાંથી તથા  ઇન્સાનોમાંથી  પોતાના રસૂલોની પસંદગી કરે છે…‘

(સૂરહ હજ્જ (૨૨): ૭૫)

જેમ કે નુબુવ્વત એ અલ્લાહ તરફથી નિર્ધારિત અને અતા કરવામાં આવેલો પવિત્ર મકામ છે, તેથી રસૂલ (સ.અ.વ.) ને તે અંગે કોઈપણ પ્રકારની અનિશ્ચિતતા કે શંકા હોવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.

યહ્યા બિન અક્સમ: રિવાયતો દર્શાવે છે કે રસૂલ (સ.અ.વ.વ.) એ કહ્યું હતું: ‘જો આપણા પર અલ્લાહનો અઝાબ (ક્રોધ) નાઝિલ થાત, તો ઉમર સિવાય કોઈ પણ બચી શક્યું ન હોત.’[6]

હઝરત ઇમામ મોહમ્મદ તકી અલ-જવાદ અ.સ: આ રિવાયત પણ તદ્દન ખોટી છે, કેમ કે પરવરદિગારે પોતાના પયગંબરને સ્પષ્ટ વાયદો આપ્યો છે:

وَمَا کَانَ اللہُ لِیُعَذِّبَہُمْ وَاَنۡتَ فِیۡہِمْ ؕ وَمَا کَانَ اللہُ مُعَذِّبَہُمْ وَہُمْ یَسْتَغْفِرُوۡنَ

‘પરંતુ અલ્લાહ તેઓને અઝાબ નહિ કરે જયા સુધી આપ (હે રસૂલ!) તેમની વચ્ચે મોજૂદ હોવ; અને જ્યાં સુધી તેઓ ઇસ્તિગફાર (માફીની યાચના) કરતા રહેશે, ત્યાં સુધી ન તો અલ્લાહ તેમને સજા આપનાર છે ‘

(સૂરહ અન્ફાલ (૮): ૩૩)

આથી, જ્યાં સુધી પયગંબરે અકરમ (સ.અ.વ.) લોકોની વચ્ચે ઉપસ્થિત છે અથવા જ્યાં સુધી તેઓ અલ્લાહ પાસે ઇસ્તિગફાર કરતા રહે છે, ત્યાં સુધી લોકો પર અલ્લાહનો અઝાબ ક્યારેય નાઝિલ થઈ શકે નહીં. [7]

[1] આ એક ખોટી અને ઉપજાવી કાઢેલી હદીસ છે (મુહમ્મદ બિન બાબશાઝ અલ-બસરી). સુન્ની આલીમ અલ્લામા ઝહબીએ પોતાની કિતાબ ‘મિઝાનુલ એતેદાલ’ માં આ રિવાયતની નોંધ લેતા ટિપ્પણી કરી છે કે – આ એક બાતિલ અને ઘડેલી હદીસ છે. (મિઝાનુલ એઅતેદાલ, ભાગ ૩, પાના નં. ૪૮૮).

[2]  ઇમામ (અ.સ.) નું આ કથન – ‘હું અબૂ બક્રની ફઝીલતનો ઇન્કાર કરતો નથી’ એ ઇમામ (અ.સ.) ના તકય્યા તરફ નિર્દેશ કરે છે. ઝકરિયા બિન આદમની એક રિવાયતમાં આવે છે:
‘હું ઇમામ રઝા (અ.સ.) ની ખિદમતમાં હાજર હતો, ત્યારે તેઓ ઇમામ જવાદ (અ.સ.) ને લાવ્યા જેઓ તે સમયે માત્ર ૪ વર્ષના હતા. ઇમામ જવાદ (અ.સ.) એ પોતાનો હાથ જમીન પર પછાડ્યો, આકાશ તરફ માથું ઊંચું કર્યું અને ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા. ઇમામ રઝા (અ.સ.) એ પૂછ્યું: મારી જાન આપના પર કુરબાન થાય, આપ આ રીતે ક્યાં વિચારમાં છો? ઇમામ જવાદ (અ.સ.) એ ફરમાવ્યું: મારી માતા ફાતેમા ઝહરા (સ.અ.) પર થયેલી મુસીબતો અને ઝુલ્મો વિશે! ખુદાની કસમ, હું તે બંનેને તેમની કબરોમાંથી બહાર કાઢીને આગમાં ફેંકીશ અને તેમની રાખને સમુદ્રમાં ફેકી દઈશ. ત્યારે ઇમામ રઝા (અ.સ.) એ તેમને પોતાની નજીક લીધા, બંને આંખો વચ્ચે બોસો (ચુંબન) આપ્યો અને ફરમાવ્યું: મારા દીકરા, આપ જ ઇમામતના સાચા હકદાર છો!’
(દલાએલુલ ઇમામાહ પાના નં. ૬૦૦; નવાદીરૂલ મોઅજિઝાત પાના નં. ૧૮૩; બેહારુલ અન્વાર ભાગ ૫૦ પાના નં. ૫૯; મદિનતુલ મઆજિઝ ભાગ ૭ પાના નં. ૩૨૪; અન્વારુલ બહિય્યાહ પાના નં. ૨૫૮; ખાતેમતુંલ મુસ્તદરક ભાગ ૧ પાના નં. ૨૨૪; બૈતુલ અહઝાન પાના નં. ૧૨૪).
ખલીફાઓ દ્વારા અહલેબૈત (અ.મુ.સ.) પર કરવામાં આવેલા આવા ઝુલ્મો અને રિવાયતોના સંદર્ભમાં એ સાબિત થાય છે કે ‘હું અબૂ બક્ર/ઉમરની ફઝીલતનો ઇન્કાર કરતો નથી’ જેવા નિવેદનો તકય્યા હેઠળ આપવામાં આવ્યા હતા, ખાસ કરીને જ્યારે તેઓ બાદશાહના દરબારમાં અથવા સરકારી જાસૂસોની વચ્ચે હાજર હતા.

[3] ફઝાઈલુસ સહાબાહ પાના નં. ૨૦; મુસ્નદે અહમદ ભાગ ૩ પાના નં. ૩ અને ભાગ ૫ પાના નં. ૯૧; સુનને ઇબ્ને માજહ ભાગ ૧ પાના નં. ૪૪; સુનને તિર્મિઝી ભાગ ૫ પાના નં. ૩૨૧; મુસ્તદરક ભાગ ૩ પાના નં. ૧૬૭ અને ૩૮૧; શર્હે મુસ્લિમ ભાગ ૧૬ પાના નં. ૪૧; મજમઉઝ ઝવાઈદ ભાગ ૯ પાના નં. ૧૬૫, ૧૮૨, ૨૦૧; તોહફતુલ અહવઝી ભાગ ૧૦ પાના નં. ૧૮૬; સુનને કુબ્રા ભાગ ૫ પાના નં. ૫૦; મુસ્નદે અબી યાઅલા ભાગ ૨ પાના નં. ૩૯૫; સહીહ ઇબ્ને હિબ્બાન ભાગ ૧૫ પાના નં. ૪૧૧; મોઅજમુલ અવસત ભાગ ૫ પાના નં. ૨૪૩; મોઅજમુલ કબીર ભાગ ૯૯ પાના નં. ૨૯૨; શર્હે નહજુલ બલાગાહ (ઇબ્ને અબીલ હદીદ) ભાગ ૧૬ પાના નં. ૧૪; જામિઉસ્સગીર ભાગ ૧ પાના નં. ૨૦; કન્ઝુલ ઉમ્માલ ભાગ ૭ પાના નં. ૨૬; ફૈઝુલ કદીર ભાગ ૩ પાના નં. ૫૫૦; દુરે મન્સૂર ભાગ ૪ પાના નં. ૨૬૨; તારીખુલ કામિલ ભાગ ૨ પાના નં. ૨૨૦; ઇલલુ દારકુત્ની ભાગ ૩ પાના નં. ૧૬૬; અસ્દુલ ગાબાહ ભાગ ૧ પાના નં. ૩૧૧; તહઝીબુલ કમાલ ભાગ ૨૬ પાના નં. ૩૯૧; મિઝાનુલ એતેદાલ ભાગ ૨ પાના નં. ૨૫૦; લિસાનુંલ મિઝાન ભાગ ૨ પાના નં. ૧૫૭; અલ-ઇસાબાહ ભાગ ૧ પાના નં. ૬૨૪; અલ-બિદાયાહ વન્નિહાયાહ ભાગ ૨ પાના નં. ૬૧; મનાકિબે ખ્વારિઝમી ભાગ ૨ પાના નં. ૨૯૦; જવાહિરુલ મતાલિબ ભાગ ૨ પાના નં. ૧૯૯; યનાબીઉલ મવદ્દાહ ભાગ ૨ પાના નં. ૩૪; ઝખાઈરુલ ઉક્બા પાના નં. ૧૨૯ વગેરે.

[4] ઉપર જણાવ્યા મુજબ અહી પણ ઈમામનું એ કહેવું કે હું ઉમરની ફ્ઝીલતનો ઇનકાર નથી કરતો તે તકય્યાના કારણે છે.

[5] અલ્લામા અમીની (ર.અ.) એ પોતાની બેનમૂન કિતાબ ‘અલ-ગદીર’ માં અબૂ બક્ર, ઉમર અને તેમના સાથીઓની ફઝીલતમાં ઘડી કાઢવામાં આવેલી ૧૪૫ જેટલી નકલી હદીસોનો ઉલ્લેખ કર્યો છે, જે તમામ પયગંબરે અકરમ (સ.અ.વ.વ.) ના નામે મન્સૂબ કરવામાં આવી હતી. જોકે ઘણા સુન્ની આલિમોએ આવી હદીસો પોતાની કિતાબોમાં નોંધી છે, છતાં ઇબ્ને અદી, તબરાની, ઇબ્ને હિબ્બાન, નસાઈ, હાકિમ, દારકુત્ની, મુહિબ તબરી, ખતીબે બગદાદી, ઇબ્ને જવઝી, ઇબ્ને અસાકિર, ઝહબી અને ઇબ્ને અબીલ હદીદ જેવા મોટા વિદ્વાનોએ આવી રિવાયતોને સદંતર નકારી કાઢી છે.

[6] અબૂ બક્ર અને ઉમરની ફઝીલત અંગેની આવી તમામ રિવાયતો એટલી હદે ઉપજાવી કાઢેલી છે કે મોટા સુન્ની વિદ્વાનોએ પણ સ્વીકાર્યું છે કે આ હદીસોના રાવીઓ જૂઠ્ઠા (કઝ્ઝાબ) હતા. વધુ વિગતો માટે જુઓ: અલ-ગદીર, ભાગ ૫, પાના નં. ૨૯૭.

[7] અલ-એહતિજાજ (તબરસી), ભાગ ૨, પાના નં. ૨૪૫; બિહારૂલ અન્વાર (અલ્લામા મજલિસી), ભાગ ૫૦, પાના નં. ૮૦; દુરરુલ અખબાર (હિજાઝી), પાના નં. ૩૭૨; મવસૂઅતે ઇમામ જવાદ (અ.સ.) (સૈયદ કઝવીની), ભાગ ૨, પાના નં. ૪૦૩; મુનાઝિરાત ફિલ અકાઈદ વલ અહકામ (શેખ અબ્દુલ્લાહ હસન), ભાગ ૧, પાના નં. ૧૨૪.

Be the first to comment

Leave a Reply