દિનના બુઝુર્ગોની કબ્રો બનાવવી એ સહાબાની સુન્નત છે.

વાંચવાનો સમય: 3 મિનિટ

મુસલમાનોમાં ફિકહ અને અકીદાને લગતા એવા ઘણા પ્રશ્નો છે, જેના બારામાં ફકીહો અને આલીમોના કથનમાં મતભેદ જોવા મળે છે.

 

એહલે સુન્નત કે જે પોતાની જાતને એક જમાત માને છે, તેના ખલીફાઓના કથનમાં રોજીંદા નમાઝોથી લઈને હજના અરકાન સુધીમાં ઘણી જગ્યાએ વિરોધાભાસ જોવા મળે છે.
ઘણી જગ્યાએ આ મતભેદ સામાન્ય હોય છે તો ક્યારેક વધારે હોય છે, પરંતુ દીનના બુઝુર્ગોની કબ્રો ઉપર ઈમારત તામીર કરવાની વાતમાં એહલેસુન્નત તેમજ શિયા ફકીહોમાં કોઈ વિરોધાભાસ જોવા નથી મળતો.

તે એ માટે કે તેઓ બંને પાસે અકલી અને નકલી (રીવાયતો) દલીલો ઉપરાંત એ દલીલ પણ મળે છે કે મુસલમાનોએ પ્રથમથી જ બુઝુર્ગ લોકોની કબ્રો પર ઈમારતો ચણાવી છે. અને મુસલમાનોનો આ અમલ પયગંબર (સ.અ.વ.)ના સમયમાં શરુ થયો હતો, જે આજ સુધી પણ બાકી છે. આ ટૂંકા લેખમાં અમુક  એ સાક્ષીઓનું ઉદારહરણ રૂપે વર્ણન કરવામાં આવે છે.

સમહુદીએ પોતાની કિતાબ “વફા અલ વફા” મા લખ્યું છે કે મુસલમાનોએ પયગંબર (સ.અ.વ.)ના જનાઝાને એક છતવાળા ઓરડામાં દફન કર્યા. આપને આ ઓરડાથી ખાસ લગાવ હતો.

(વફા અલ વફા, બ અખબારે દારુલ મુસ્તફા, જી.૨, પે.૪૫૮, ફસ્લ ૯)

 

બાલાઝરીએ રિવાયત કરી છે કે જયારે રસુલ (સ.અ.વ.)ના પત્ની ઝયનબ બિન્તે જહશનો ૨૦ મી હિજરીમા ઇન્તેકાલ થયો તો તે સમયના ખલીફા ઉમરે તેમના જનાઝા પર નમાઝ પડી અને તેમની કબ્ર પર એક ખૈમો બનાવ્યો.

(અન્સાબુલ અશરાફ, ભાગ-૧, પે.૪૩૬)

આ ખૈમો ગરમીના કારણે નહોતો બનાવવામાં આવ્યો કે દફનવિધિમા આસાની થાય, પરંતુ એ માટે બનાવવામાં આવ્યો હતો કે તેમના ખાનદાનવાળાઓ ખૈમાના છાયામાં બેસીને કુરઆને કરીમ પડે, અને દુઆ કરે.

મોહમ્મદ બિન નજ્જાર (વફાત ૬૪૩ હી.) એ “અખ્બારે મદીના” મા લખ્યું છે કે : બકીઅની શરૂઆતમાં એક જુનો અને ઉંચો ગુંબજ બન્યો છે, જેના બે દરવાજા છે, જેમાંથી એક દરવાજો રોજ ઝીયારત માટે ખુલે છે.

(અરબ મેગેઝીન અંક 5-6)

સમહુદી (વફાત ૯૧૧ હી,) એ બકીઅની પ્રશંસામાં લખ્યું છે કે બકીઅમા ઘણા ગુંબજ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી એક ગુંબજ અકીલ બિન અબી તાલિબ અને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના પત્નીઓથી મનસુબ છે, જેમાં અબ્બાસ, હસન બિન અલી (અ.સ.)…ની કબ્રો છે, અને આ કબ્રો પર એક ખુબસુરત ગુંબજ છે. ઇબ્ને નજ્જારે કહ્યું કે ………….. આ ગુંબજ ઘણો મોટો, ઉંચો અને જુનો છે, જેના બે દરવાજા છે, જેમાંથી એક દરવાજો રોજ ખુલે છે. મતરીએ કહ્યું છે : આ ગુંબજ ખલીફા નસીર અહમદ બિન મુસ્તફીએ બનાવરાવ્યો હતો. અબ્બાસ અને હસન બિન અલી (અ.સ.)ની કબ્રો જમીનથી ઉંચી છે, અને એક પીળા પત્થરની નીચે છુપાયેલી છે.

 

(વફા વલ વફા, જી. 3, પે. ૯૧૬)

દુનિયાની સફર કરવાવાળા ઇબ્ને જુબૈર (વફાત ૬૧૪ હિ.) એ પોતાના સફરનામામાં બકીઅની પ્રશંસા આ રીતે કરી છે. માલિકની કબ્રની સામે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ના દિકરાઓની કબ્ર છે. જેના ઉપર સફેદ ગુંબજ બનેલો છે અને તેની જમણી તરફ ઉમર બિન ખત્તાબ ના દિકરાની કબ્ર છે. તેની બાજુમાં અકીલ બિન અબી તાલિબ, અબ્દુલ્લાહ બિન જઅફર અને તેની સામે રસૂલુલ્લાહ (સ.અ.વ.) ના પત્નીઓના મકબરા છે અને ત્યાંજ એક ……………. છે જેમાં પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ના ત્રણ ફરઝંદો દફન છે. અબ્બાસ ઈબ્ને અબ્દુલ મુત્તલિબ અને હસન બિન અલી (અ.સ.)નો મકબરો ઉંચો છે છે બકીઅની નજીક છે. અને એ બન્નેની કબ્રો જમીનથી ઉંચી અને ખુબસૂરત પત્થરોથી છુપાયેલી છે. પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ના ફરઝંદ ઇબ્રાહીમની કબ્ર પણ આવી જ છે. આ ગુંબજ નજીક એક ઓરડો છે, જે આં હઝરત (સ.અ.) ના દિકરી જ. ફાતેમા (સ.અ.) થી મન્સુબ છે જે બયતુલ હુઝનના નામથી મશહુર છે. બકીઅની છેલ્લે ઉસ્માનની કબ્ર છે, જેના પર એક નાનો અને ટુંકો ગુંબજ છે અને તેની નજીકમાં હઝરત અલી (અ.સ.) ના માતા જ. ફાતેમા બિન્તે અસદ (સ.અ.) ની કબ્ર છે.

(રેહલત ઇબ્ને જુબૈર વર્ષ – ૫૭૮ )

ઉપરોકત તમામ વાતથી એ સ્પષ્ટ થાય છે કે શરૂઆતથી જ ઇસ્લામમાં દીનના બુઝુર્ગોના મકબરા બનાવવાની પ્રણાલી છે અને આ કાર્યને કયારેય બિદઅત કે શિર્ક નથી સમજવામાં આવ્યું પરંતુ દીનના બુઝુર્ગોની કબ્રોને ચણાવવી અને તેની ઝિયારત માટે જવું એક મુસ્તહબ અમલ માનવામાં આવે છે. અફસોસની વાત એ છે કે પોતાને સલફી કહેવાવાળા વહાબી લોકો આ સુન્નતનો વિરોધ કરે છે અને દીનના બુઝુર્ગોની કબ્રોનો એહતેરામ જાળવવાને બદલે આ કબ્રોને તોડી પાડવાને ઈસ્લામ સમજે છે.

Be the first to comment

Leave a Reply