શું તબર્રા મુસ્લિમ ઇત્તેહાદના વ્યાપક મકસદ સાથે અથડાય છે?

વાંચવાનો સમય: 4 મિનિટ

મુસલમાનોના એક સમૂહ  દ્વારા તબર્રાનો વિરોધ એ બહાના હેઠળ કરવામાં આવે છે કે તબર્રા એ મુસ્લિમ એકતાના વ્યાપક અને સર્વોચ્ચ ધ્યેય સાથે અથડામણ છે.

જવાબ

સાચા ધર્મની ફકત એક વાસ્તવિકતા

મુસ્લિમ એકતા કે જેને ધ્યેય તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે તેમાં ઘણી બધી વિરોધાભાસી બાબતો છે  અને પવિત્ર કુરઆન અને હદીસોમાં ઘણી જગ્યાએ આ બાબત તરફ ધ્યાન દોર્યું છે.

મઝહબ પવિત્ર કુરાન અને સુન્નાહના સિદ્ધાંતો પર આધારિત દીન માત્ર એક જ દીન છે અને તેની ઘણી બધી શાખાઓ થઈ શકતી નથી.

હક્ક અને બાતીલ બન્ને અલગ અલગ હકીકતો છે જેનું ભેગું થવું શક્ય નથી.

જેવી રીતે સત્ય અને અસત્ય(જુઠ), હક્ક અને બાતીલ, બન્ને અલગ અલગ અને એક બીજાથી વિરોધી વાસ્તવિકતા છે. આથી જ્યારે કોઈ વ્યક્તિ ઇત્તેહાદની વાત કરે છે, ત્યારે તે ખરેખર શું ઈચ્છે છે – શું તે હક અને બાતીલને એક કરવા માંગે છે? આ અશકય છે. અથવા તે હકને બાતીલ સાથે ભેળવીને ત્રીજું અસ્તિત્વ બનાવવા માંગે છે, તો તે પણ બાતીલ અને ભૂલ ભરેલું હશે કારણ કે પવિત્ર કુરઆન નિર્દેશ કરે છે

“તો સત્ય (વાતનું જ્ઞાન થયા) પછી (તેને નહિ માનવું) એ ભૂલ નહિ તો બીજું શું છે?”

(સૂરા યુનુસ: 32).

હદીસો પ્રમાણે માત્ર સત્ય અને અસત્ય, હક્ક અને બાતીલ, જ્ઞાન અને અજ્ઞાન (જેહાલત), સુખ અને દુ:ખ, જન્નત અને જહન્નમ છે, આ માટે કોઈ ત્રીજી શાખા નથી.

અલ્લાહે પવિત્ર કુરઆનમાં વિરોધાભાસીઓની એકતાની અશક્યતા તરફ ધ્યાન દોર્યું છે:

અલ્લાહે કોઈ માણસ માટે તેની અંદર બે હૃદય નથી બનાવ્યા

સુરા અહઝાબ  (33): 4

 

શા માટે અહલેબૈત (.મુ.સ.) એ ઇત્તેહાદ ન કર્યો?

જો મુસ્લિમ એકતા એ  વ્યાપક હેતુ હોત, તો અહલેબૈત (અ.મુ.સ.) તેને અનુસરવા માટે વધુ ઉત્સુક હોવા જોઈએ. પરંતુ આપણે જોઈએ છીએ કે પવિત્ર પયગંબર (સ.અ.વ.) પછી એહલેબૈત (અ.મુ.સ.) ફદક અને ઉમ્મતના નેતૃત્વને (ઇમામતને) લઈને ખલિફાઓ સાથે સતત વિરોધમાં હતા. તેઓ(અ.મુ.સ.)એ  તેમના ખુત્બાઓમાં પણ ખલીફાઓને પડકારતા જોવા મળે છે અને એહલેબૈત (અ.મુ.સ.)ના સહાબીઓ પણ મસ્જિદ એ નબવીમાં ખલીફાઓની માન્યતાને પડકારતા ખુત્બાઓ આપતા જોવા મળે છે.

 

અહલેબૈત (.મુ.સ.) અલ્લાહની રસ્સી છે જે મુસલમાનોને એક કરે છે

 

અલ્લાહ મુસલમાનોને હુકમ આપે છે:

واعتصموا بحبل الله جميعا ولا تفرقوا

અને બધા મળીને અલ્લાહની રસ્સીને મજબૂતીથી પકડી રાખો અને આપસમાં મતભેદ કરો ..’

(સૂરએ આલે ઈમરાન (3): 103)

મુસ્લિમ એકતાના સમર્થકો આ આયતને અન્ય કોઈ પણ આયત કરતાં વધુ ટાંકવાનું પસંદ કરે છે. પરંતુ શું તેઓએ ક્યારેય આ આયતની તફસીર વાંચી છે,અથવા થોડી વાર થોભી વિચાર કર્યો છે કે અલ્લાહ શું કહેવા માંગે છે?

અલ્લાહની રસ્સી  (حبل الله) શું છે જેના તરફ મુસલમાનોને દાવત આપવામાં આવે છે?

શું તે કુરઆન છે? કે ખલિફાઓ? કે સહાબીઓ? કે પત્નીઓ?

એહલે તસન્નૂનના આલીમો એકરાર કરે છે કે  (حبل الله) બીજું કોઈ નહીં પણ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) છે.

  • અલ-સવાએક અલ-મોહર્રેકા- પા 233
  • શવાહિદ અલ-તન્ઝીલ – વો 1 પા 269
  • સુરએ આલે ઈમરાન (3): 103 હેઠળ તફસીર અલ-સઅલ્બી
  • શિયા આલીમો એ પણ તેમની કિતાબોમાં આની પુષ્ટિ કરી છે.
  • સુરએ આલે ઈમરાન (3:103) હેઠળ તફસીર અલ અયયાશી પા 102
  • સુરએ આલે ઈમરાન (3:103) હેઠળ તફસીર અલ-ફુરાત પા 91
  • નહજ અલ-સિદક ભાગ – 5 પા – 390

આપણને જ.ફાતેમા ઝહરા (સ.અ.)ના ફદકના ખુત્બામાં આ બાબત ઉલ્લેખ જોવા મળે છે કે :

અલ્લાહે અમારી (એટલે કે અહલેબૈત (અ.મુ.સ))ની ઈતાઅતને દીનની પદ્ધતિ તરીકે અને અમારું નેતૃત્વ વિસંવાદથી રક્ષણ તરીકે બનાવ્યું છે.

 

  • અલ-એહતેજાજ વો 1 પા 132-141
  • શરહ નહજ અલ-બલાગાહ વો 16 પા 210
  • બેહાર અલ-અનવાર વો 29 પૃ 216

 

ફક્ત ઈમાન લાવનારાઓજ એકબીજાના ભાઈઓ છે

 

પવિત્ર કુરઆન ફરમાવે છે:

ઈમાન લાવનારાઓ  ભાઈઓ છે

 

સુરે- હુજરાત (49): 10

 

આ આયાત હેઠળ  શેખ મોહમ્મદ હસન નજફી – ફિકહની પ્રખ્યાત કિતાબ ‘જવાહર અલ-કલામ’ના લેખક નોંધે છે:

આ આયત અનુસાર ફક્ત ઈમાન લવાનારાઓ ભાઈઓ છે, તેમના વિરોધીઓ નથી. તો પછી ઈમાન લાવનારાઓ અને તેમના વિરોધીઓ માટે એક થવું કેવી રીતે શક્ય છે. આવી આયાત અને હદીસોના આધારે વિરોધીઓ સાથે દુશ્મની અને તબરરા જાળવવો જરૂરી છે.

જવાહેર અલ-કલામ વો 22 પા 62

અગર એકતા પ્રાપ્ત કરવી છે, તો પછી કયા ક્ષેત્રમાં?

જો મુસ્લિમ એકતાનું લક્ષ્ય હાંસલ કરવાની ઈચ્છા હોય, તો તેઓ કયા ક્ષેત્રમાં એકતા હાંસલ કરવા ઈચ્છે છે – ઉસુલે-દીન કે ફુરુએ દીન?

જો આપણે ઉસુલે-દીનને લઈએ, તો વિરોધીઓની પરિભાષામાં તૌહીદની ધારણા એહલેબૈત (અ.સ.)ની તૌહીદની પરિભાષાથી ઘણી  અલગ છે.

બંને વિચારધારાઓમાં પયગંબર (સ.અ.વ..)ના બારામાં પણ તીવ્ર તફાવત છે.

ઇમામની માન્યતા માટે પણ આવુજ છે .

ફુરુએ-દીનમાં બાબતો વધુ સારી નથી.

ફુરુએ-દીન માં વિશાળ તફાવતો વિશે, ઇમામ જાફર સાદિક (અ.સ.) ફરમાવે  છે:

અલ્લાહની કસમ, દુશ્મનોએ કિબલાનો નો રૂખ કરવા સિવાય પવિત્ર પયગંબર (સ.અ.વ.) દ્વારા આપવામાં આવેલા કોઈપણ કાયદાનું પાલન કર્યું નથી!

  • અલ-મહાસીન વો 1 પા 156
  • ફુસુલ અલ-મોહિમ્મા વો 1 પા 578
  • મુસ્તદરક અલ-વસાએલ વો 3 પા 169
  • જામે અહાદીસ અલ-શિયા વો 4 પા 569

શિયાઓ સાથે એકતાની કોઈ ભૂખ નથી.

વિરોધીઓ શિયાઓ સાથે એક થવાનો કોઈ શોખ બતાવતા નથી જે તેમની કિતાબો પરથી સ્પષ્ટ થાય છે.

શિયાઓ વિરુદ્ધ આમાંની કેટલીક ટિપ્પણીઓને ધ્યાનમાં લો:

શિયાઓને યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મૂર્તિપૂજકો સાથે સમાન ગણવામાં આવે છે, ભલે તેઓ નમાઝ અને રોઝા  બજાવી લાવે .

મોહમ્મદ અહેમદ અમીનના ઝહેરાહ અલ-તકફીરમાંથી અસાસ અલ-ઈમાન પા 691

ઇબ્ને તૈયમિયા શિયાઓ સાથેના યુદ્ધને ખાવરિજ સાથેના યુદ્ધ કરતાં મોટી ફરજ માને છે અને તેમની સંપત્તિ અને સ્ત્રીઓને જાએઝ ગણે છે.

ઈબ્ને તૈયમિયાના મજમુ અલ-ફતવામાંથી અસાસ અલ-ઈમાન પા 692

ઇબ્ને કથીર શિયાઓનું લોહી વહેવડાવવાને દારૂ પીવા કરતાં વધુ જાએઝ માને છે.

અસાસ અલ-ઈમાન પાનું 692 ઈબ્ન કથીરના અલ-બિદયાહ વ અલ-નિહાયામાંથી – ઈબ્ન તૈમિયાનો  વિદ્યાર્થી

બુખારી માને છે કે શિયાઓ (રાફઝીઓ) યહૂદીઓ અને ખ્રિસ્તીઓની જેમ જ છે. આપણે તેમને સલામ ન કરવી જોઈએ, આપણે તેમના બીમાર લોકોની મુલાકાત ન લેવી જોઈએ, આપણે આપણી સ્ત્રીઓને લગ્નમાં ન આપવી જોઈએ અથવા તેમની સ્ત્રીઓને લગ્નમાં લેવી જોઈએ નહીં, આપણે તેમની ગવાહી સ્વીકારવી જોઈએ નહીં અને આપણે તેમના ઝબહ કરેલા પ્રાણીને ખાવું જોઈએ નહીં.

અસાસ અલ-ઈમાન પા 693

 

એક તરફ દીનની મૂળભૂત બાબતોમાં તીવ્ર તફાવતો,  અને તે સમયના ખલિફાઓ ધ્વારા એહલેબૈત (અ.મુ.સ.) અને તમન સાથીદારોની સતત દૂરી, શિયા સંપ્રદાય વિરુદ્ધ મુખ્ય પ્રવાહના મુસ્લિમ વિદ્વાનોના તીવ્ર હુમલાઓને જોતાં,, જે મુસ્લિમ એકતા ને અશક્ય બનાવે છે.

Be the first to comment

Leave a Reply