નાસેબી કોને કહેવામાં આવે છે?

વાંચવાનો સમય: 5 મિનિટ

عَنْ عَبْدِ اللَّهِ بْنِ أَبِي يَعْفُورٍ قَالَ ….

فَإِنَّ اللَّهَ تَبَارَكَ وَ تَعَالَى لَمْ يَخْلُقْ خَلْقاً أَنْجَسَ مِنَ الْكَلْبِ وَ إِنَّ النَّاصِبَ لَنَا أَهْلَ الْبَيْتِ.
أَنْجَسُ مِنْهُ

“અલ્લાહ તબારક વ તઆલાએ કોઈને કુતરાથી વધારે નજીસ પૈદા નથી કર્યો સિવાય એ કે જે અમો એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મન છે એટલે કે એવો શખ્શ કે જે એહલેબૈત (અ.મુ.સ.)નો દુશ્મન છે , કુતરાથી વધારે નજીસ હોય છે”

ઇસ્લામી સમાજમાં “નાસેબી” શબ્દ હંમેશા દુશ્મનીની સાથે મન્સુબ કરવામાં આવ્યો છે, રિસાલતના સમયમાં “નાસેબી” શબ્દ અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ)ના દુશ્મનો માટે વાપરવામાં આવ્યો છે.

પરંતુ હાલના દિવસોમાં જોવામાં આવ્યું છે કે અમુક લોકોએ તેનો મફહુમ (ભાવાર્થ) અને અર્થને બદલવાની કોશિશ કરી રહ્યા છે, તે લોકોનું કેહવું છે કે “નાસેબી” એ નથી કે જેને અલી(અ.સ.) સાથે જંગ કરી, પરંતુ નાસેબી એ છે કે જેની માન્યતામા (અકીદામા) અલી (અ.સ.)ની દુશ્મની હોય.

આ વાક્યથી તેઓ એ અર્થ સાબિત કરવા માંગે છે કે કોઈ શખ્સ અથવા કોઈ ગ્રુપનું હ.અલી (અ.સ.)સાથે જંગ કરવું તેની ભૂલ હોઈ શકે છે પરંતુ આ કાર્ય તેને નાસેબી નથી બનાવી દેતો (જહન્નમી નથી બનાવી દેતો) કારણકે આ લોકો ઇતિહાસને જુઠલાવી નથી શકતા, એટલા માટે એહલેજમલ અને એહલે સિફફીનના બાગીઓને નાસેબી કહેવડાવવામાં આવતા અને ઇસ્લામના દાએરામાંથી બહાર નીકળતા રોકવા માટે આવી વાતો કરે છે, નહીં તો શું તમે ક્યારેય જોયું કે સાંભળ્યું છે કે બે ગિરોહ કે એક બીજાના દોસ્ત હોય અને એક બીજાના ખુન વહેવડાવવા માટે તત્પર હોય છે.

જો કે ઇલ્મ ધરાવનારા લોકો આ શબ્દ “નાસેબી” નો અર્થ અને મફહુમને સારી રીતે જાણે છે તેમ છતાય અહી આપણે આ શબ્દના અર્થો ઉપર એક ઉડતી નજર કરીશુ.

ડીક્ષનરીવાળાઓએ શબ્દ “નાસેબી”નો અર્થ “હ. અલી (અ.સ.)થી દુશ્મની રાખવાવાળાઓ” જ બયાન કર્યો છે. મશહુર અરબી ડીક્ષનરીમાં “નાસેબી”નો અર્થ આ રીતે બયાન કરવામાં આવ્યો છે.

والنَّواصِبُ والنَّاصبيَّةُ وأهلُ النَّصْبِ: المُتَدَيّنونَ بِبغْضَةِ عليّ، رضي الله عنه

નાસેબી એ સખ્શ છે કે જેના અકીદાએ દિનમાં મૌલા અલી (અ.સ.)થી બુગ્ઝ શામેલ હોય.

(અલ -ફીરોઝાબાદી, અલ કામુસુલ મુહિત, મુસ્તુંર્રીસાલ્તુલ તબાઅતો વ નન્શ્રેવત્તવઝીઅ, બૈરુત – લેબનોન ભાગ-૧ પેજ- ૧૩૮)

 

ઉપરોક્ત બાબત પરથી સ્પષ્ટપણે એ સમજી શકાય કે અલી(અ.સ)થી દુશ્મનાવટ અને અદાવતને નાસેબીય્ય્ત કહે છે.તેનો મતલબ એમ થાય છે કે અગર કોઇના અકીદામાં હ.અલી (અ.સ.)થી દુશ્મની શામેલ છે તો તેને નાસેબી કહેવામાં આવશે અગર તે તેની દુશ્મની પોતાની હરકતોથી જાહેર ના પણ કરે.

આવીજ રીતે એક બીજી અરબી ડીક્ષનરીમાં નાસેબી શબ્દના વિશે વધારે વિશ્લેષણ આ મુજબ કરેલ છે.

و منه النَّوَاصِبُ، و النّاصِبيَّةُ، و أَهْلُ النَّصْبِ: و هم المتَدَيِّنُون بِبغْضَةِ سيّدِنا أَميرِ المُؤْمِنينَ و يَعْسُوب المُسْلِمينَ أَبي الحَسنِ عَلِيّ بْنِ أَبي طالبٍ، رضِيَ اللّٰه تعالى عَنْهُ و كَرَّم وجْهَهُ؛ لأَنَّهم نَصَبُوا له، أَي: عادَوْهُ، و أَظْهَرُوا له الخِلافَ، و هم طائفة [من] الخَوَارِج۔

નાસેબી એ શખ્સ ને કેહવામાં આવે છે કે જેના દિનમાં હ.અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)થી બુગ્ઝ રાખવું શામેલ છે. આ એ ગ્રુપ છે કે જેણે અલી (અ.સ.)થી અદાવત રાખી અને તેમની વિરુદ્ધ કયામ કર્યો અને તે ગ્રુપ ખવારીજ નું છે.

(તાજુલ ઉરુસ મીન જ્વાહેરુલ કામુસ ભાગ-૨૦, દારુલ ફિક્ર લે તબાઅતો વન્નશર વત્તવઝીઅ, બૈરુત -લેબનોન પ્રથમ આવૃત્તિ ભાગ-૨ પેજ ૪૩૬)

જો કે અહી ડીક્ષનરીના લેખકે ‘નાસેબી’ શબ્દનો તરજુમો સાચો અને સહીહ કર્યો છે પરંતુ અહી તેને ઉદાહરણ તરીકે ફક્ત ખ્વારીજને વર્ણવ્યા છે જો કે હકીકત એ છે કે જે પણ શખ્સ અથવા ગ્રુપ મૌલા અલી (અ.સ) સામે જંગ કરે તે નાસેબી છે આથી આ ગ્રુપમાં એહલે જમલ અને એહલે સીફ્ફીન પણ શામેલ થશે.

અને આ વાતનો ઇન્કાર થઇ શકે તેમ નથી કે હ.અલી (અ.સ.)થી દુશ્મની અને બૂરું ભલું કેહવાની શરૂઆત હાકિમે શામે મસ્જિદોમાં , નમાઝોમાં , ખુત્બએ જુમ્મામાં અકીદા બનાવીને શરુઆત કરી હતી, ત્યાં સુધી કે અગર એક શખ્શ નમાઝ બાદ અલી (અ.સ.) ઉપર લાનત કરતા ભૂલી જાય છે તો તેણે કફફારા માટે એક મસ્જિદની તાઅમીર કરવી પડે જેથી લાનત ન કરવાની ભરપાઈ થઇ શકે.

હવે આપણે એહલે તશય્યોઅ ઓલમા અને ફોકહાની નજરમાં આ શબ્દની વ્યાખ્યા અને અર્થને સમજીએ:

 

તમામ શિયા ફોકહાની નજરમાં નીચે આપેલા સીફ્તોવાળો શખ્સ ‘નાસેબી’ કહેવામાં આવશે.

  • જે શખ્શ દિલમાં અથવા અકીદામાં (માન્યતામા) હ.અલી (અ.સ.) અથવા આલે મોહમ્મદ (સ.અ.વ)ના કોઈપણ શખ્સથી દુશ્મની રાખે ચાહે તે જાહેર પણ કરે.

 

  • જે શખ્સ દિલમાં અથવા અકીદામાં (માન્યતા) હ. અલી (અ.સ) અથવા આલે મોહમ્મદ (સ.અ.વ)ના કોઈ એક શખ્સથી દુશ્મની રાખે ચાહે તે જાહેર ન પણ કરે.

 

  • જે શખ્સ હ.અલી (અ.સ) અથવા આલે મોહમ્મદ (સ.અ.વ)ના કોઈ શખ્સથી દુશ્મની જાહેર કરે ચાહે તે તેના અકીદામાં આવું કરવું શામિલ ન હોય તો પણ.

 

  • ઉપરોક્ત દરેક બાબતોની વિસ્તૃત માહિતી માટે એહલે તશય્યોઅના ફ્કીહોની  કિતાબોનો અભ્યાસ કરી શકે છે.

 

હવે આપણે માઅસુમીન (અ.મુ.સ.)ની હદીસો તરફ નજર કરીશું, આ વિભાગમાં એ હદીસોને રજુ કરીશું જેનાથી સ્પષ્ટ સાબિત થશે કે એહલેબેત (અ.મુ.સ)ની નજરમાં ક્યાં શખ્સને ‘નાસેબી’ માનવામાં આવ્યો છે.

مُحَمَّدُ بْنُ إِدْرِيسَ فِي آخِرِ السَّرَائِرِ نَقْلًا مِنْ كِتَابِ مَسَائِلِ الرِّجَالِ عَنْ مُحَمَّدِ بْنِ أَحْمَدَ بْنِ زِيَادٍ وَ مُوسَى بْنِ مُحَمَّدِ بْنِ عَلِيِّ بْنِ عِيسَى قَالَ كَتَبْتُ إِلَيْهِ يَعْنِي عَلِيَّ بْنَ مُحَمَّدٍ علیه السلام أَسْأَلُهُ‌ عَنِ النَّاصِبِ- هَلْ أَحْتَاجُ فِي امْتِحَانِهِ- إِلَى أَكْثَرَ مِنْ تَقْدِيمِهِ الْجِبْتَ وَ الطَّاغُوتَ- وَ اعْتِقَادِ إِمَامَتِهِمَا- فَرَجَعَ الْجَوَابُ مَنْ كَانَ عَلَى هَذَا فَهُوَ نَاصِب

ઇમામ અલી નકી (અ.સ.)થી એક શખ્સે પત્ર લખીને સવાલ કર્યો : અગર કોઈ પ્રથમ અને બીજાની ઇમામતનો અકીદો રાખે છે તો તેના વિષે આપનું શું કહેવું છે? હઝરતે જવાબ આપ્યો : જે આ હાલતમાં છે તે અમારી નઝદીક ‘નાસેબી ‘ છે.

(વસાએલુશશીઆ, પ્રકાશન આલે એહલેબેત (અ.મુ.સ) કુમ,- ઈરાન, પ્રથમ આવૃત્તિ હી.૧૪૦૯,  ભાગ-૯ પેજ ૪૯૧)

આ જવાબથી ખબર પડે છે કે એહલેબૈત(અ.મુ.સ)ના દુશમનોની વિલાયત અને ઈમામતને કબૂલ કરવાવાળા પણ નાસેબી હોય છે.

ઇમામ (અ.સ.)નો આ જવાબ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની આ હદીસ સાથે મળે છે જેમાં આપ (અ.સ.)ના ફરમાનથી એ તારણ નીકળે છે કે જે કોઈ અલી (અ.સ.)ની સિવાય બીજા કોઈની ખીલાફતને કબુલ કરે છે તો તે અલી (અ.સ.)ની જગ્યાએ બીજા કોઈને રસુલે ઇસ્લામ (સ.અ.વ)ના બીલા ફસલ જાનશીન માને છે તે હકીકતમાં મૌલા અલી (અ.સ.)થી દુશ્મની કરે છે.

એ રિવાયત આ મુજબ છે:

રસુલે અકરમ (સ.અ.વ.)ના કાકાના દીકરા જ.અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રિવાયત કરે છે કે મેં રસુલે ખુદા (સ.અ.વ.)થી સવાલ કર્યો : શું કોઈ અલી (અ.સ.)થી બુગ્ઝ રાખી શકે છે ? આપ હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યું : હા ઈબ્ને અબ્બાસ ! આ કૌમ અલી (અ.સ)થી બુગ્ઝ રાખશે તે પોતાની જાતને મારી ઉમ્મતમાં શામેલ કરશે, જયારે કે અલ્લાહે તેઓનો ઇસ્લામમાં કોઈ હિસ્સો નથી રાખ્યો , અય ઈબ્ને અબ્બાસ ! તેઓની બુગ્ઝની નિશાની એ હશે કે તેઓ અલી (અ.) ઉપર કોઈ બીજાને ફઝીલત (અગ્રતા) આપશે….”

 

પયગંબર (સ.અ.વ.) એ હંમેશા ઉમ્મતની વચ્ચે હ.અલી (અ.સ.) અને તેની ઔલાદની ઈમામતનું એલાન કર્યું, એલાને ગદીર પછી તો ઉમ્મત પાસે કોઈ જવાબ ન હતો કે તે અલી (અ.)ની વિલાયતનો ઇન્કાર કરે, પરંતુ મૌલા અલી(અ.સ.)ના હક્કમાં એલાન હોવા પછી પણ ઉમ્મતે આટલી ફઝીલતો ધરાવતા શખ્સને ફરામોશ કરી દીધા અને ફઝીલત વગરના શખ્સની ઈમામતને કબુલ કરી લીધી. તેઓનું આવું કરવું અલ્લાહ અને તેના રસુલની નાફરમાની છે આવી હાલતમાં તેઓનુ ના ઈમાન બાકી રહ્યું ના ઇસ્લામ.

રસુલ(સ.અ.વ)ના કેહવા મુજબ તેઓએ ફક્ત અલી (અ.સ.)ની દુશ્મનીમાં આ કામ કર્યું આ માટે તેઓ નાસેબી  કહેવામાં આવશે.બેહારુલ અન્વાર કિતાબમાં અલ્લામાં મજલીસી (અ.ર) નાસેબીની એક હદીસ આ મુજબ બયાન કરી છે.

عن أبي عبد الله (عليه السلام) قال:

ليس الناصب من نصب لنا أهل البيت لأنك لا تجد رجلاً يقول: أنا أبغض محمداً وآل محمد(عليهم السلام)، ولكن الناصب من نصب لكم وهو يعلم أنكم تتولونا، وأنكم من شيعتنا

ઇમામ જાફરે સાદિક (અ.સ.) ફરમાવે છે : “નાસેબી એ નથી , જે અમો અહલેબૈતથી દુશ્મની રાખે (કારણકે તમે કોઈને નહિ જોવો જે એમ કહે કે તે મોહમ્મદ વ આલે મોહમ્મદથી દુશ્મની રાખે છે) પરંતુ નાસેબી એ છે જે તમો શિઆથી દુશ્મની રાખે છે જયારે કે તે લોકો જાણે છે કે તમો અમારાથી મહોબ્બત કરો છો અને અમારા શિઆ છો”

આ રિવાયતના સંદર્ભમાં એહલેબૈત (અ.મુ.સ.)ની નઝદીક એ શખ્સ પણ નાસેબી છે જે એહલેબેત (અ.મુ.સ)ના શિઆઓથી બુગ્ઝ રાખે છે , તેમાં કોઈ આશ્ચર્યની વાત ના હોવી જોઈએ કારણકે કુરઆન પણ અલ્લાહના દોસ્તોથી દુશ્મની રાખનારને દુશ્મન જાણે છે.

આ વિષયની એક હદીસ અહીંયા નકલ કરી છે,

عن الرضا (ع) أنه قال:

من والى أعداء الله فقد عادى أولياء ومن عادى أولياء الله فقد عادى الله تبارك وتعالى، وحق على الله عز وجل أن يدخله في نار جهنم.

 

ઇમામ રઝા (અ.સ.) ફરમાવે છે : ”જે અલ્લાહના દુશ્મનથી દોસ્તી રાખે છે તે અલ્લાહના દોસ્તોથી દુશ્મની રાખે છે અને જે અલ્લાહના દોસ્તોથી દુશ્મની રાખે છે તે અલ્લાહથી દુશ્મની રાખે છે. અલ્લાહ એ હક ધરાવે છે કે પોતાના દુશ્મનને જહન્નમની આગમાં દાખલ કરી દે”

આ બન્ને રિવાયતોથી સ્પષ્ટ થાય છે કે એહલેબૈત(અ.મુ.સ)થી નઝદીક તેના દોસ્તોથી (શિઆઓથી) દુશ્મની કરવાવાળા પણ નાસેબી છે એટલે કે તેઓ તેમના(એહલેબેત(અ.મુ.સ)ના) દુશ્મન છે અને તેવા લોકોનું ઠેકાણું જહન્નમ છે.

Be the first to comment

Leave a Reply