શૈખ મોહમ્મદ ઇબ્ને અબ્દુલ વહહાબનું પવિત્ર પયગંબર (સ.અ.વ) વિષે અપમાન અને જુઠાણુ

વાંચવાનો સમય: 2 મિનિટ

શેખ નજદીએ પવિત્ર પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ની અલગ અલગ  રીતે બેઅદબી અને તૌહીન કરી હતી, કારણ કે તેના મતે આ રીત જ તૌહિદની (તેની ખોટી) સમજને બચાવવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ હતો. નીચે તેની બેઅદબીના અમુક ઉદાહરણો છે:

  1. શેખ નજદીએ હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ને “તરિશ” કહ્યા, જે નજદી ભાષામાં એક હલકી કક્ષાનો સંદેશાવાહક અથવા ફક્ત સંદેશ વહન કરનાર પોસ્ટમેનના અર્થમાં આવે છે!
  2. સુલ્હે હોદેબીય્યાહના બનાવ વિશે, તે કહેતો કે આ ઘટનાઓ ખોટી અને બનાવટી છે. તેથી, જ્યારે તેના અનુયાયીઓ હોદેબીય્યાહની ઘટનાને ખોટી કહીને વાત કરતા, ત્યારે તે ખૂબ પ્રસન્ન થતો.
  3. તેના એક આંધળા અનુયાયીએ તેના સમક્ષ કહ્યું કે “મારી લાકડી” (ચાલવાની લાઠી) હઝરત મોહમ્મદ (સ.અ.વ.) કરતાં સારી છે, કારણ કે મારી લાઠીથી હું સાપ કે રેંગતા પ્રાણીને મારી શકું છું, પણ મોહમ્મદ હવે કોઈ ઉપયોગના રહ્યા નથી — તેઓ ફક્ત એક સંદેશાવાહક હતા, હવે નથી.” શેખ નજદી આ વાત સાંભળી ખુશ થયો!
  4. મોહમ્મદ ઇબ્ન અબ્દુલ વહ્હાબને પવિત્ર પયગંબર (સ.અ.વ.) પર સલાવાત (દુરૂદ) પઢવાનું પસંદ નહોતું. જ્યારે પણ કોઈ મસ્જિદમાં સલાવાત પઢાતી, તે ગુસ્સે થઈ જતો અને બેચેન થઈ જતો.

(આજે પણ તેના અનુયાયીઓ જન્નતુલ બકીઅના ઝાએરીન (મુલાકાતીઓ) દ્વારા સલાવાત પઢવામાં આવે ત્યારે નારાજગી દર્શાવે છે.)

  1. શેખ નજદી શુક્રવારની રાત્રે અને ખાસ કરીને મસ્જિદના મીનારાથી સલાવાત પઢવાનો વિરોધ કરતો. જો તેને કોઈ ઉંચી અવાજમાં સલાવાત પઢતો દેખાતો, તો તે તેને સજા આપતો.
  2. તે વારંવાર કહેતો કે પવિત્ર પયગંબર (સ.અ.વ) પર મસ્જિદના મિનારાથી સલાવાત પડવી, એ કોઈ વેશ્યાના ઘરમાં સંગીતની મેહફીલમાં ભાગ લેવા કરતા પણ વધુ ગંભીર ગુનોહ છે, (અસ્તગફેરુલ્લાહ રબ્બી વ અતુબો એલય્હે) !!! ( તેને પોતાના અનુયાયીઓને કહેલું કે આ તૌહીદની રક્ષા છે!!!).
  3. તેને દલાએલ-અલ-ખૈરાત અને અન્ય સલવાતની કીતાબોને આગમાં સળગાવી નાશ કરી.
  4. તેને એહલે સુન્નત વલ જમાઅતના પ્રખ્યાત અને પ્રમાણિત લેખકોની કિતાબો જેણે ફીકહ, હદીસ અને તફસીરની કિતાબો લખી હતી તે કિતાબોને પણ નાશ કરી.
  5. તેને સ્પષ્ટ રીતે પોતાના સાથીઓને કુરઆનની આયતોને પોતાની ઈચ્છા મુજબ સમજવા અને અર્થઘટન કરવા મંજૂરી આપી.
  6. તે પવિત્ર કુરઆનની તે આયતો મુસ્લિમોને માટે ગણાવતો હતો જે મુનાફીકો અને મુશરીકો માટે નાઝીલ કરવામાં આવી હતી (ખ્વારીજ પણ આ જ પદ્ધતિનું પાલન કરતા હતા).
  7. મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબ પોતાના અધિકારીઓને ધર્મમાં ઇજ્તેહાદ કરવાની અને શરિયતના એહકામ પોતાના વિચારો મુજબ બહાર પાડવાનો હૂકમ આપતો. તેમને મઝહબી કિતાબોના હવાલા આપવા બાબતે પણ મનાઈ કરી અને કહ્યું કે તેમાં સહીહ (સાચું) અને ખોટું બન્ને મૌજુદ છે જ્યારેકે તેના તમામ અધિકારીઓ મઝહબી કિતાબોથી સંપૂર્ણ અજાણ હતા.
  8. જે પણ આલિમો અને મુત્તકી લોકો તેમની નવી બનાવેલી મઝહબી રીત અને કાનુનોને સ્વીકારતા નહીં તેને તે તલવારથી મારી નાખતો હતો.
  9. મુસલમાનોથી લૂટેલો માલ જે માળે ગનીમત હાસિલ થતો તેને તે પોતાના અનુયાયીઓમાં ઝકાત તરીકે વિતરણ કરી દેતો.
  10. શેખ નજદીના અનુયાયીઓ ચાર સુન્ની ફિક્હમાંથી કોઈ એકનું પણ પાલન કરતા ન હતા. (આ જ કારણ છે કે તેઓ ગૌરવથી પોતાને સલફી અને ગૈર-મુકલ્લિદ કહે છે). જો કે સીધા સાદા અને સરળ મુસલમાનોને છેતરવા માટે તેઓએ પોતાને હમબ્લી ફીકહનું પાલન કરવાવાળા ગણાવ્યા છે
  11. શેખ નજદી નમાઝ પછી લોકોને દુઆઓ કરવાથી રોકતા. તે કહેતો કે “શું તમે ઈબાદતના બદલાની અપેક્ષા રાખો છો?”

(શેખ અહમદ ઈબ્ન ઝૈની અલ-દેહલાન મક્કી,(વફાત:૧૩૦૪ હિજરી) ખુલાસતુલ કલામ ફી બયાનિલ ઓમ્રરા વલ બેલાદિલ હરામ, પાના-. 229-233)

Be the first to comment

Leave a Reply