ઇમામ મહદી (અ.ત.ફ.શ.) સુન્ની કિતાબોમાં: ઈલ્મી દર્ષ્ટિકોણ

વાંચવાનો સમય: 2 મિનિટ

શીઆઓ વિરુદ્ધ દુશ્મની ધરાવતા કેટલાક મુસ્લિમો ખાસ કરીને એવી માન્યતાઓને નકારી દે છે જે તેમને શીઆ વિચારધારાનો ભાગ લાગે છે. એવી જ એક માન્યતા છે ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે છે  કે જેનો ઉલ્લેખ સુન્ની કિતાબોમાં પણ છે  આખર ઝમાનામાં દુનિયાને અદલો ઇન્સાફથી ભરી દેનાર મસીહા (ઈમામ ઝમાના(અ.ત.ફ.શ))ના વાયદાની આગાહી કરવામાં આવી છે, પરંતુ આ સમુહો ઇમામ મહદી (અ.ત.ફ.શ.)ને શીઆઓની બનાવેલી માન્યતા સમજે છે અને તેનો ઇસ્લામ અથવા સુન્નત સાથે કોઈ સંબંધ નથી એવું મંતવ્ય ધરાવે છે.

જવાબ:

હકીકતમાં, ઇમામ મહદી (અ.ત.ફ.શ.)બાબતેની માન્યતા એહલે તસન્નુન (સુન્ની) આલીમોની કિતાબોમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ છે. હકીકતમાં,એહલે તસન્નુંન આલીમોએ  ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે સંપૂર્ણ પુસ્તકો પણ લખ્યા છે.

જો કે આ કિતાબોનું લિસ્ટ ઘણું વધારે છે પરંતુ અહી અમુક પ્રખ્યાત કિતાબોના નામો અને લેખકો જણાવીએ છીએ :

  1. ઇકદ- અલ-દુરર ફી અખબારે -મુન્તઝર વ હોવ અલ-મહદી (અ.સ.) –લેખક – અલ્લામા યુસુફ બિન યહ્યા બિન અલી બિન અબ્દુલ અઝીઝ મુકદ્દસી શાફેઇ સલમી
  2. અલ-બયાન ફી અખબારે સાહેબે – અલ-ઝમાન –લેખક – અબુ અબ્દિલ્લાહ બિન મોહમ્મદ યુસુફ અલ-ગંજી શાફેઈ’ (વફાત – 658 હિ.સ.)
  3. અર્ફ અલ-વર્દી ફી અખબાર અલ-મહદી – લેખક – જલાલુદ્દીન અબ્દુર્રેહમાન ઇબ્ને અબુબક્ર સુયુતી (વફાત – 911 હિ.સ.)
  4. અલ-બુરહાન ફી આલામાત- અલ-મહદી આખેરુંઝઝમાન – લેખક – અલા-અદ્દીન અલી ઇબ્ને હિશામ અલ-દીન (અલ-મુત્તકી અલ-હિન્દી) ( વફાત – 975 હિ.સ.)
  5. અલ-કવ્લ- અલ-મુખ્તસર ફી આલામાત અલ-મહદી અલ-મુન્તાઝર (અ.ત.ફ.શ.) – લેખક – ઇબ્ને હજરે અલ – મક્કી ( વફાત – 974 હિ.સ.)
  6. રિસાલહ ફી અલ-મહદી (અ.ત.ફ.શ.) ફારસીમાં – લેખક –  શેખ અલી ઇબ્ને હિશામુદ્દીન  (મુત્તકી અલ-હિન્દી) (વફાત – 975 હિ.સ.)
  7. મશરબ અલ-વર્દી ફી મઝહબ અલ-મહદી (અ.ત.ફ.શ.) – લેખ – શેખ અલી કારી
  8. ફવાએદ અલ – ફિક્ર ફી ઝહુર અલ-મહદી અલ-મુન્તાઝર (અ.ત.ફ.શ.) – લેખક- મુર્રી ઇબ્ને યુસુફ અલ-હમ્બલી
  9. અલ-તવઝીહ ફી તવાતુર મા જાઅ ફી અલ-મહદી અલ-મુન્તઝર (અ.ત.ફ.શ.)વ અલ-દજ્જાલ વ અલ-મસીહ –લેખક – અલ-કાઝી મોહમ્મદ ઇબ્ને  અલી અલ-શૌકાની (વફાત – 1250 હિ.સ.)

આ ઉપરાંત, અન્ય કિતાબોમાં પણ ઓલમાંઓ દ્વારા ઇમામ મહદી (અ.ત.ફ.શ.) પર સંપૂર્ણ પ્રકરણ અથવા વિભાગો તૈયાર કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, મશહુર કિતાબ સોનને અબી દાઉદમાં  ઇમામ મહદી (અ.ત.ફ.શ.) માટે અલગ- અલગ વિભાગો અને પ્રકરણો છે તેવીજ રીતે, ઇબ્ન કસીર, જે ઇબ્ન તૈમીયાનો વિદ્યાર્થી હતો, તેણે પણ તેની કિતાબ અલ-ફેતન વ અલ-મલાહીમમાં ઇમામ મહદી (અ.ત.ફ.શ.) માટે અલગ અલગ  પ્રકરણો અને વિભાગો સંપૂર્ણપણે દર્શાવ્યા છે.(ઉલ્લેખિત છે)

 

અગર જો ઈમામ મહદી (અ.ત.ફ.શ) વિશેનો અકીદો કે માન્યતા શીઆઓની બનાવેલી કે ઉપજાવેલી હોય અને હદીસોમાં એ બાબતે કોઈ ઉલ્લેખ ન હોય તો પછી આટલી બધી કિતાબોમાં વિગતવાર સમજણ અને ઉલ્લેખ અથવા તો સંપૂર્ણપણે કિતાબોનું લિસ્ટ, ઈમામ મહદી (અ.ત.સ.શ) એહલે સુન્નતમાં આવા વિષય પર સુન્ની અલીમોએ કિતાબો કેવી રીતે લખી?

Be the first to comment

Leave a Reply