મુસ્લિમો સામાન્ય રીતે દાવો કરે છે કે ફદક ક્યારેય ચર્ચાનો વિષય ન હતો, કારણ કે તેઓના મત પ્રમાણે, નબી વારસો છોડતા નથી અને ન કોઈની મિલ્કત છોડે છે; તેમની મિલ્કત દરેક મુસ્લિમો માટે હોય છે.
જો કે કહેવાતા સહાબીઓ અને પત્નીઓના સમર્થકોએ પ્રચાર કરેલો આ અભિપ્રાય છે પરંતુ આપણે જાણીએ છીએ કે આલે મોહમ્મદ (સ.અ.વ)ને ફદક ન આપવાનું સાચું કારણ આ ન હતું હકીકતમાં અગર ઈતિહાસ જોઈએ તો જાણી શકીએ છીએ આ કારણ એકદમ સરળ હતું.
અબુબકર સ્વેચ્છાએ ફદક આપવા તૈયાર હતા
ફદક વિશેની લાંબી ચર્ચાઓ અને વાત-ચિત પછી પણ મામલો હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ના હકમાં જ નક્કી થયો હતો.
જ્યારે અબુબકરે હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) પાસે સાક્ષીઓ માગી, ત્યારે તેમણે ઉમ્મે અયમન (જેને નબી (સ.અ.વ)એ જન્નતની ખુશખબરી આપી હતી) અને અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ને રજૂ કર્યા.
અબુબકર સાક્ષીઓથી સંતુષ્ટ થઇ ગયા અને ફદક જ.ફાતેમા(સ.અ)ને સોંપવાનો પત્ર લખ્યો.
તે સમયે ઉમર આવ્યા, પત્ર જોયો અને પૂછ્યું કે આ શું છે. અબુબકરે તેમને વાત સમજાવી. ઉમરે તરત જ તે પત્ર છીનવી લીધો, ફાડી નાખ્યો અને અલી (અ.સ.) તથા ઉમ્મે અયમનને સાક્ષી તરીકે નકારી કાઢ્યા.
હવાલાઓ:
- તફસીર અલ-કુમ્મી (સૂરા રૂમ 30:38 હેઠળ)
- અલ-એહતેજાજ ભાગ- 1, પેજ. 90
- બૈત અલ-અહઝાન પેજ-144–145
નીચેના હવાલાઓ પણ વાંચો – કુરઆનમાં ફાતેમા ઝહરા (સ.અ.)ના ફદક પરના હક અંગે
- શવાહેદુત્ત્નઝીલ (સૂરા રૂમ 30:38 હેઠળ)
- શરહે નહજુલ-બલાગાહ ભાગ-૧૬ પેજ. 220
અગર શંકાખોરો આ ઘટનાને નકારી પણ દે, તો પણ એ વાતને નકારી નહિ શકે કે ઉમર દ્વારા અબુબકર અને તેની હુકુમત ઉપર કડક અને આકરું વલણ રાખી પરદા પાછળ પોતાનું નિયંત્રણ રાખતા હતા, અને એવું નથી કે અમે ઉમરના આ વર્તનને ફક્ત અબુબક્રની ખીલાફતના સમયગાળા પુરતી જ સીમિત હતી એવું કહીએ છીએ બલકે નબીના સમયમાં પણ રસુલુલ્લાહ (સ.અ.વ)ની સામે પણ પોતે ઘર્ષણ અને ધ્રુણાસ્પદ વર્તન કરતા હતા.
ચાહે તે સુલ્હે હોદેબીય્યાહ હોય કે મુનાફીકો માટેની નમાઝે જનાઝા હોય કે પછી બદ્રના કેદીઓની બાબત હોય અથવા તેની જેવા બીજા બનાવો હોય આપણે દરેક બનાવમાં જોઈએ છીએ કે ઉમર નબી (સ.અ.વ) સાથે એવી રીતે વાદ-વિવાદ કરતા જાણે કે ઉમર ખુદ પોતે જ નબી હોય અને નબી(સ.અ.વ) સહાબી હોય, આપણે એહલે તસન્નુંન કિતાબોમાં પણ આ બાબતને જોઈ શકીએ છીએ એહલે તસન્નુંનની કિતાબોમાં ઉલ્લેખ છે જે ઉમરના વર્તન બાબતે છે કે અગર રસુલુલ્લાહ (સ.અ.વ) પછી અગર કોઈ પયગંબર કે નબી હોતે તો તે ઉમર હોતે (મઆઝલ્લાહ)!!
આમ, અગર જો ઉમર નબુવ્વતના સમયમાં પણ નબીની સામે નબુવ્વ્તની બાબતોમાં પણ આ રીતે દખલ કરી શકે, તો ખીલાફ્તના સમયમાં કેમ નહીં?
ઉમરે અબુબકરના બીજા નિર્ણયોને પણ રદ કર્યા
એહલે સુન્નતની ઘણી બધી કિતાબોમાં છે કે ઉમર અબુબકરના નિર્ણયોને સ્પષ્ટપણે રદ કરતા હતા.
જેમકે એક પ્રસંગમાં છે કે:
એક દિવસ એક ગ્રુપ (સમૂહ) કે જેઓ ઇસ્લામ તરફ વલણ ધરાવતા હતા (“અલ-મુઅલ્લફહ કોલુબોહુમ” — સૂરા તૌબા 9:60 હેઠળ આવે છે) પોતાના હક્કના માટે અબુબકરનો હુકમપત્ર લઈને ઉમર પાસે આવ્યા. ઉમરે તે પત્ર ફાડી નાખ્યો, તેના પર થૂંક્યું અને તેમના ચહેરા પર ફેંકી દીધો.
તેઓ ગુસ્સે થઈ અબુબકર પાસે ગયા અને પૂછ્યું – “તમારામાંથી ખલીફા કોણ છે? તમે કે તે?”
અબુબકરે જવાબ આપ્યો – “જો તે ઇચ્છે, તો તે ખલીફા છે!”
હવાલાઓ:
- ફઝાએલ અસ-સહાબા ભાગ- 1, પેજ. 292 – એહમદ ઇબ્ને હમ્બલ
- તફસીર અલ-મનાર ભાગ- 10, પેજ. 496 – રશીદ રેઝા – ભાઈચારાના વિચારધારાના સ્થાપક (BROTHERHOOD)
- કન્ઝુલઉમ્માલ ભાગ-૩ પેજ -૯૧૪ પાના- ૫૪૬
- તારીખે દમીષ્ક ભાગ – ૯ પેજ ૧૯૬
- અલ – એક્તફા બેમાં તદમમનાહુ મીન મઘાઝી રસુલુલ્લાહ વસ્સ્લાસાહ ખોલફા ભાગ ૩, પેજ ૯૦
આવી ઘણી ઘટનાઓ છે, અને મુસ્લિમો તેને ઉમરના “ગુણ” તરીકે બતાવે છે! શિબ્લી નોઅમાનીએ લખેલી અલ-ફારૂક જેવી કિતાબમાં પણ ઉમરના આવા કાર્યોને ગૌરવ ગણાવવામાં આવ્યું છે, જેમાં ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘરને આગ લગાવવાની ઘટના પણ શામેલ છે.
તો પછી એમાં આશ્ચર્ય શું કે ઉમરે અબુબકરને ફદક પરનો નિર્ણય બદલવા મજબૂર કર્યો.
Be the first to comment