અમીરુલ મોઅમેનીન (અ.સ.) એટલે અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) સાથે સહાબાઓ અને પત્નીઓએ પયગંબર અકરમ (સ.અ.વ.)ની શહાદત પછીથી જ અયોગ્ય (ક્રૂર) વર્તન કરવાનું શરૂ કર્યું હતું. ખલીફાઓના પચ્ચીસ વર્ષના સમયગાળામાં તેઓએ ઈમામ (અ.સ.) સાથે નિયંત્રણવાળી દુશ્મની રાખી, પરંતુ જ્યારે ઈમામ (અ.સ.) જાહેરી ખિલાફત પર આવ્યા, ત્યારે તેઓનો અભિગમ (વૃત્તિ) બહુ જ વિરુદ્ધતા અને દુશ્મનીભરી થઈ ગઈ હતી.
તેઓ ઈમામ (અ.સ.) સામે લડવા માટે જાણે ઉત્સાહથી તૈયાર હતા, અને પોતાના આ કાર્યોના ગંભીર પરિણામો વિશે જર્રા બરાબર પણ વિચાર કર્યો નહોતો.
જમલ, સિફ્ફીન અને નહેરવાનની જંગોમાં ભાગ લેનારા લોકો કાફીરો કરતા પણ વધુ ખરાબ છે.
કુરઆન અને હદીસ મુજબ, તે મુસલમાનો કે જેઓ અમીરુલ મોઅમેનીન (અ.સ.) સામે લડ્યા, તેઓ કાફિરોથી પણ વધુ ખરાબ છે.
ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) જ્યારે ઈમામ અલી (અ.સ) સામે જંગ લડનારાઓ વિષે વાત થતી હતી તે સમયે ફરમાવ્યું :
“જાણો કે તેઓ એ લોકોના કરતાં પણ મોટા ગુનેહગાર છે જેઓએ પયગંબર અકરમ (સ.અ.વ.) સામે લડ્યા હતા.”
જ્યારે પૂછવામાં આવ્યું – “એ કેવીરીતે યબ્ન રસુલુલ્લાહ (સ.અ.વ)?”
ત્યારે ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું
“જે લોકો પયગંબર (સ.અ.વ.) સામે લડ્યા હતા, તે અજ્ઞાનતાના (જાહેલીય્યત – ઇસ્લામ પહેલાના) સમયના લોકો હતા. પરંતુ આ લોકો (જે લોકોએ અલી (અ.સ) સામે જંગ કરી) કુરઆનની તિલાવત કરતા હતા, શ્રેષ્ઠ લોકોને (એહલે ફઝીલત)ને ઓળખતા હતા, આમ, તેઓ જાણતા હોવા છતાં તેઓએ તે કાર્ય કર્યું.”
સંદર્ભ:
- મુસ્તદરક અલ-વસાએલ, ભાગ 11, પાનું 62, 66
- મનાકીબે આલે અબી તાલિબ (અ.સ.) ભાગ 3, પાનું 218
- બેહાર અલ-અન્વાર ભાગ 32, પાનું 322
અલ્લાહની જંગ જમલ, સિફ્ફીન અને નહેરવાનના બાગીઓ સામે
ત્રણ સમૂહોએ અમીરુલ મોઅમેનીન (અ.સ.) સામે જંગ કરી — નાકેસીન (વચન તોડનારાઓ), કાસેતીન (અન્યાયી), અને મારેકીન (ફરી જનારા).
પયગંબર અકરમ (સ.અ.વ.)એ પહેલેથી જ આ ત્રણ યુદ્ધોની આગાહી કરી હતી અને ઈમામ અલી (અ.સ.) સામે બળવો કરનારા (બગાવત કરનારા) માટેનાં ગંભીર પરિણામો વિશે ચેતવણી આપી હતી.
પયગંબર (સ.અ.વ.) એ અમીરુલ મોઅમેનીન (અ.સ.)ને ફરમાવ્યું:
“અલ્લાહની જંગ તેઓ સામે છે જેઓએ તમારી સાથે જંગ કરી અને અલ્લાહ તેઓથી નફરત રાખે છે જેઓએ તમારાથી નફરત (બુગ્ઝ) રાખી”
સંદર્ભ:
- અલ-ઇસાબહ ભાગ 2 પાનું 43
- અલ-ફુસુલ અલ-મુખ્તારહ પાનું 245
- અલ-જમલ પાનું 81
- તકરીબ અલ-મઆરિફ પાનું 199
- અલ-ગદીર ભાગ- 10 પાનું 252
તે જ રીતે, પયગંબર (સ.અ.વ.)એ વધુમાં ફરમાવ્યું
“અય અલી (અ.સ)! તે માણસ જુઠ્ઠો છે જે એવું કહે (માને) કે તે મારાથી મોહબ્બત ધરાવે છે પરંતુ આપની (અલી અ.સ) સાથે બુગ્ઝ રાખે, જેણે આપનાથી જંગ કરી તેણે મારી સાથે જંગ કરી અને જેણે મારી સાથે જંગ કરી તેણે અલ્લાહ સામે જંગ કરી, જે આપનાથી બુગ્ઝ (નફરત) રાખે છે તેણે મારી સાથે બુગ્ઝ (નફરત) રાખ્યું અને જે મારા સાથે બુગ્ઝ (નફરત) રાખે છે, તે અલ્લાહથી બુગ્ઝ (નફરત) રાખ્યું ગણાશે અને અલ્લાહ તેને દોઝખની આગમાં નાખશે.”
સંદર્ભ:
- અલ-આમાલી શેખ સદૂક (રહ.) પાનું 383
- અલ-આમાલી શેખ તૂસી (રહ.) પાનું 426
- અલ-બશારહ પાનું 60
- અલ-તર્ફ પાનું 596
બાગીઓ (બળવાખોરો) ઈસ્લામની હદમાંથી બહાર
પયગંબરે અકરમ (સ.અ.વ.)એ અનેક પ્રસંગોએ ચેતવણી આપી છે કે જે લોકો મુસલમાનોના લીડર (અમીર) વિરુદ્ધ બગાવત (બળવો) કરે છે, તે ઈસ્લામની હદમાંથી બહાર છે.
પયગંબર (સ.અ.વ.)એ ફરમાવ્યું
“જો કોઈ વ્યક્તિ પોતાના શાસક(અમીર)થી કોઈ કામથી અસંતુષ્ટ હોય, તો તેને ધીરજ રાખવી જોઈએ. કારણ કે જો કોઈ વ્યક્તિ હુકુમતની ઈતાઅતથી દૂર થાય ચાહે માત્ર એક હાથ જેટલું અંતર હોય અને તે આ સ્થિતિમાં મરી જાય, તો તે જાહેલીય્ય્ત (અજ્ઞાન યુગ)ના માણસની જેવો મરે છે.”
સંદર્ભ:
- સહીહ મુસ્લિમ હદીસ 4560 (કિતાબ 33, હદીસ 88)
- સહીહ બુખારી હદીસ 7053 (કિતાબ 92, હદીસ 6)
મુસલમાનોએ આ હદીસનું અર્થઘટન ત્રીજા ખલીફાના સમર્થન માટે કર્યું છે, જેઓની હુકૂમત વિરુદ્ધ ઘણા મુસલમાનો ઊભા થયા હતા.
પરંતુ આ હદીસનો અર્થ અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની હકૂમત માટે પણ એટલો જ લાગુ પડે છે, કારણ કે જમલ, સિફ્ફીન અને નહેરવાનમાં ઈમામ (અ.સ.) સામે બળવો (બગાવત) કરનારા બધા જ લોકો પયગંબર (સ.અ.વ.)ની આ સ્પષ્ટ ચેતવણી મુજબ ઈસ્લામની હદમાંથી બહાર થઇ જાય છે.
એક મોમિનને અપમાન કરવું મોટો ગુનોહ છે, અને તેના સામે જંગ કરવું તેનાથી પણ મોટો ગુનોહ છે
અલ્લાહ એક મોમિનને ખૂબ જ અઝમત અને ઇઝઝત આપે છે.
હદીસે કુદસીમાં અલ્લાહ તઆલા પયગંબર અકરમ (સ.અ.વ.)ને ફરમાવે છે:
“જે કોઈ મોઅમીનનું અપમાન કરે છે, તેણે મારી વિરુદ્ધ બગાવતનો ઝંડો ઊંચો કર્યો છે.”
સંદર્ભ:
- અલ-મોમિન પાનું 32
- અલ-કાફી ભાગ 1 પાનું 144, ભાગ 2 પાનું 351
- અલ-તૌહીદ પાનું 169, 399
- અલ-જવાહીર અલ-સાનીય્યાહ પાનું 242
જ્યારે એક મોમિનનું માત્ર અપમાન કરવું જ અલ્લાહની નઝરે એટલો મોટો ગુનોહ ગણાય છે,
તો પછી તેની સામે જંગ કરવું કેટલો ભયાનક ગુનોહ હશે!
અને જો એ મોઅમિન પોતે અમીરુલ મોઅમેનીન એટલે કે મોઅમીનોના સરદાર હોય, તો અલ્લાહની નજરમાં એ ગુનાહની ગંભીરતા કલ્પનાથી પણ ઘણી વધુ છે.
પયગંબર (સ.અ.વ.)ની લાનત
અમીરુલ મોઅમેનીન (અ.સ.)એ ફરમાવ્યું
“……..બેશક જમલના સાથીઓ પર પયગંબર અકરમ (સ.અ.વ.)ની ઝબાનથી લાનત થઈ છે….”
સંદર્ભ:
- અલ-કાફીયાહ પાનું 24-25
- તર્ફ મિન અલ-અંબા પાનું 464
- બેહાર અલ-અન્વાર ભાગ 32 પાનું 196-197
જ્યારે ઈમામ અલી (અ.સ.)એ જમલની જંગમાં બસરાના બળવાખોરો (બાગી લોકો)ને સંબોધન કર્યું ત્યારે ફરમાવ્યું……
“તમે સિત્તેર (70) નબીઓની ઝબાનોથી લાનત થયેલા લોકો છો.”
સંદર્ભ:
- તફસીર અલ-કુમ્મી (રહ.) ભાગ – 2 પાનું 339-340 (સૂરે નજ્મ 53:53 હેઠળ)
- તફસીર અલ-સાફી (રહ.) ભાગ 5 પાનું 97
- અલ-બુરહાન ભાગ 5 પાનું 209
- બેહાર અલ-અન્વાર ભાગ 32 પાનું 226
- મજમ અલ-બહરૈન ભાગ 5 પાનું 253
પયગંબર (સ.અ.વ.) સાથેના નિકાહમાંથી તલાક
પયગંબર (સ.અ.વ.)ની બિબીઓ માટે, જો તેઓ અમીરુલ મોઅમેનીન (અ.સ.) સામે બગાવત કરે,
તો તેઓ પયગંબર (સ.અ.વ.)ના નિકાહમાંથી તલાકશુદા ગણાય છે.
ઇમામ મહદી (અ.ત.ફ.શ.) થી રિવાયત છે કે પયગંબર (સ.અ.વ.)એ અમીરુલ મોઅમેનીન (અ.સ.)ને ફરમાવ્યું
“બેશક ‘ઉમ્મુલ મોઅમેનીન’નો એ દરજજો માત્ર તે બિબીઓ માટે રહેશે જેઓ મારી બાદ અલ્લાહ અને તમારી ફરમાબરદારીમાં (આજ્ઞામાં) રહેશે, પરંતુ જે મારી બાદ તમારી સામે જંગ કરવા માટે બહાર નીકળશે, તેને મારા નિકાહમાંથી તલાક આપજો અને ‘ઉમ્મુલ મોઅમેનીન’નો એ શરફદાર દરજજો દૂર કરી દેશો.”
સંદર્ભ:
- કમાલુદ્દીન ભાગ 2 પાનું 459
પયગંબર (સ.અ.વ.)એ પોતાની બિબીઓને તલાક આપવાનો અધીકાર અમીરુલ મોઅમેનીન (અ.સ.)ને સોંપ્યો હતો,અને ઈમામ અલી (અ.સ.)એ એ અધિકાર ઈમામ હસન (અ.સ.)ને, અને પછી ઈમામ હસન (અ.સ.)એ ઈમામ હુસૈન (અ.સ.)ને સોંપ્યો.
પયગંબર (સ.અ.વ.)એ ફરમાવ્યું
“બેશક મારી બિબીઓમાંથી એક એવી હશે કે કયામતના દિવસે મારી સામે આવવું પસંદ નહિ કરે, એજ તે સ્ત્રી છે જેને મારા ઈમામોએ (ખલીફા) તલાક આપી હશે.”
સંદર્ભ:
- ઇસ્બાત અલ-હોદાત ભાગ- 2 પાનું 255
અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની નાફરમાની વિનાશને આમંત્રે છે
પયગંબર અકરમ (સ.અ.વ.)એ પોતાની બિબીઓને અમીરુલ મોઅમેનીન (અ.સ.)ના આદેશોનું પાલન કરવા અને તેની નાફરમાંનીથી બચવા તેમજ તેમના આદર કરવા વિષે જણાવ્યું હતું, કારણ કે પયગંબર (સ.અ.વ.)ને ખબર હતી કે એક સમય એવો આવશે જ્યારે તેમની કેટલીક બિબીઓ ઈમામ અલી (અ.સ.) સામે બગાવત કરશે.
હુઝૈફા (ર.અ.) રિવાયત કરે છે:
પયગંબર અકરમ (સ.અ.વ.)એ ઉમ્મે સલમા (સ.અ.)ની એક ક્નીઝને કહ્યું :
“મારી બિબીઓને અહીં એકત્ર કરો.”
જ્યારે બધી બિબીઓ ઉમ્મે સલમા (સ.અ.)ના ઘરે ભેગી થઈ,
ત્યારે પયગંબર (સ.અ.વ.)એ તેમને સંબોધીને ફરમાવ્યું
“સાવધાન રહેજો, હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો.”
ત્યારબાદ તેમણે અલી ઇબ્ન અબી તાલિબ (અ.સ.) તરફ ઈશારો કર્યો અને ફરમાવ્યું
“અલી (અ.સ.) મારા ભાઈ છે, મારા વસી છે, મારા જાનશીન (ખલીફા) છે અને મારી બાદ તેઓ તમારા અને મારી ઉમ્મતના વલી અને હાકીમ (અધિકાર ધરાવનાર) છે.જ્યારે તે તમને આદેશ આપે ત્યારે તેની ફરમાબરદારી કરો,અને ક્યારેય તેની નાફરમાની ના કરશો, કારણ કે તેની નાફરમાની તમારું વિનાશ લાવશે.”
સંદર્ભ:
- અલ-તર્ફ મિન અલ-અંબા વલ-મનાકિબ પાનું 442, 464, 481, 495
- ઇરશાદ અલ-કોલૂબ ભાગ 2 પાનું 337
- ઇસ્બાત અલ-હોદાત ભાગ 3 પાનું 167
- બેહાર અલ-અન્વાર ભાગ 28 પાનું 107
પયગંબર (સ.અ.વ.)ની આ ચેતવણી તો માત્ર નાફરમાની માટે હતી, તો પછી વિચાર કરો કે જે સ્ત્રી અથવા સમૂહ અમીરુલ મોઅમેનીન (અ.સ.) સામે જંગ માટે બહાર નીકળ્યા, તેમના ગુનાહની ગંભીરતા કેટલી ભયાનક હશે!
કુરઆનની ચેતવણી — ખુલ્લી બેઈમાની અને બગાવત
મોહમ્મદ ઇબ્ને મુસ્લિમ રિવાયત કરે છે કે ઈમામ સાદિક (અ.સ.)એ પૂછ્યું:
“શું તમે જાણો છો કે الْفَاحِشَةُ الْمُبَيِّنَةُ (ખુલ્લી બેઈમાની) (સૂરા અહઝાબ 33:30)નો અર્થ શું છે?”
મેં અર્ઝ કર્યું – “ના, મૌલા”
ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું
“એનો અર્થ છે અમીરુલ મોઅમેનીન (અ.સ.) સામે જંગ કરવું — એટલે કે જમલના લોકો.”
સંદર્ભ:
- તફસીર અલ-બુરહાન ભાગ 4 પાનું 441 (સૂરા અહઝાબ 33:30 હેઠળ)
- તાવીલ અલ-આયાત પાનું 446 (સૂરા અહઝાબ 33:30 હેઠળ)
- બેહાર અલ-અન્વાર ભાગ 31 પાનું 640, ખંડ 32 પાનું 286
સ્પષ્ટ છે કે અમીરુલ મોઅમેનીન (અ.સ.) અથવા ઝમાનાના ઈમામ (અ.સ.) સામે જંગ કરવું,
તે એવો ગુનોહ છે જે તૌહિદ અને નબુવ્વતની હુરમત તોડવા બરાબર છે.એવો વ્યક્તિ હકીકતમાં અલ્લાહ અને તેના રસૂલ (સ.અ.વ.) સામે જંગ કરે છે,અને ઈસ્લામની હદમાંથી બહાર થઈ જાય છે.
જો આજના મુસલમાનો હજી પણ આવા બળવાખોરોનો આદર અને ફ્ઝીલત આપે છે તો પછી ફક્ત આ જ દુઆ કરી શકીએ કે
કયામતના દિવસે તેઓ એમની સાથે જ ઉઠાડવામાં આવે.
Be the first to comment