ઇલાહી હોદ્દો – ચાહે તે નબી હોય કે ઈમામ હોવાના પુરાવા માટે ઘણી શરતો છે. તેમાંની એક મુખ્ય શરત છે — સંપૂર્ણ તૌહીદ, એટલે કે, જે વ્યક્તિ ઈમામતના હોદ્દા પર હોય, તેણે પોતાના સમગ્ર જીવનમાં એક ક્ષણ માટે પણ અલ્લાહ સિવાય કોઈ બીજાની ઈબાદત ન કરી હોય.
પયગંબર મોહમ્મદ (સ.અ.વ.)ના વસીની બાબતના પ્રશ્નમાં અમીરુલ મોમીનીન અલી ઇબ્ન અબી તાળિબ (અ.સ.) કરતાં વધુ તૌહીદમાં પરિપૂર્ણ બીજું કોઈ ન હતું. સહાબાઓમાં પણ (શક્ય છે કે માત્ર સલમાન અલ-મોહમ્મદી સિવાય) કોઈ એવો ન હતો જે સંપૂર્ણ તૌહીદનો દાવો કરી શકે. આમ, આવા લોકો માટે ઉમ્મતની ઇમામત કરવી એ યોગ્ય ન હતું.
પયગંબર (સ.અ.વ.)ની એક હદીસ આ વાતને ખૂબ સ્પષ્ટ રીતે દર્શાવે છે:
પયગંબર (સ.અ.વ)એ પોતાના સાથીઓ જેમ કે અબ્દુલ્લાહ ઇબ્ન મસઊદ:
“હું મારા જ્દ્દ ઇબ્રાહીમની ઇબદતનું પરિણામ છું.”
સહાબીઓએ પૂછ્યું: “એ કેવી રીતે?”
ત્યારે નબી(સ.અ.વ)એ કહ્યું:
“અલ્લાહે જ. ઇબ્રાહીમ(અ.સ)ને સંદેશ આપ્યો:
“હું તને લોકોનો ઈમામ બનાવું છું.”
ઇબ્રાહીમ(અ.સ)એ પૂછ્યું:
“શું મારા સંતાનો પણ મારા જેવાં ઈમામ થશે?”
અલ્લાહે જવાબ આપ્યો:
“હું તારા સાથેના દરેક વચનને પૂરું કરીશ.”
ઇબ્રાહીમ(અ.સ)એ પૂછ્યું:
“કયું વચન?”
અલ્લાહે કહ્યું:
“ મારો આ ઓહદો તમારા વંશમાંથી જે ઝાલીમો છે તેના સુધી નહિ પહોચે”
જ.ઈબ્રાહીમ(અ.સ)એ પૂછ્યું
મારા વંશમાંથી કોણ ઝાલીમ છે
અલ્લાહે ફરમાવ્યું
જે મારા બદલે મૂર્તિઓની પૂજા કરે છે ઈબાદત કરે છે હું તેને ઇમામતનો હોદો આપતો નથી તે ઈમામ બનવા માટે યોગ્ય નથી
ત્યાર બાદ ઇબ્રાહીમે દુઆ કરી:
“અય મારા પરવરદિગાર ! મને અને મારા પુત્રોને મૂર્તિપૂજા કરતા બચાવજો, અય મારા અલ્લાહ બેશક તેઓએ ઘણા લોકોને ભટકાવ્યા છે.”
(સૂરે ઇબ્રાહીમ 14:35-36)
નબી મોહમ્મદ (સ.અ.વ) ફરમાંવે છે :
“ઇબ્રાહીમ(અ.સ)ની આ દુઆ (મને અને મારા પુત્રોને મૂર્તિ પૂજાથી બચાવજે) મારા અને મારા ભાઈ અલી (અ.સ)માં સંપૂર્ણ થઈ. અમારામાંથી કોઈએ પણ ક્યારેય મૂર્તિપૂજા કરી નથી. તેથી અલ્લાહે મને નબુવવ્ત (પયગંબરી) માટે અને અલીને મારી ઉત્તરાધિકારી (ઈમામ) તરીકે પસંદ કર્યા.”
હવાલાઓ:-
- અલ-મનાકિબ ઇબ્ન અલ-મગાઝલી, પેજ. 276
- શવાહિદ અલ-તન્ઝીલ, ભાગ-૧, પેજ 411–412
- અલ-આમાલી (શેખ તૂસી), પેજ- 379
- કશ્ફુલ યકીન પેજ – 412
- અલ-તરાએફ, પેજ. 78
- અલ-જવાહિર અલ-સનિય્યાહ, પેજ- 514
સ્પષ્ટપણે, અલ્લાહની સંપૂર્ણ તૌહીદ સાથે, પયગંબર (સ.અ.વ.) ની જેમ, અલી (અ.સ)એ ક્યારેય અલ્લાહ સિવાય બીજા કોઈની ઈબાદત કરી ન હતી, અમીરુલ મોઅમિનીન (અ.સ.) જ પયગંબર (સ.અ.વ.)ના ઉત્તરાધિકાર – વસી, ઈમામ માટે યોગ્ય હતા. અલી(અ.સ)નો ઇન્કાર કરીને, મુસ્લિમોએ અલ્લાહની તૌહીદની મજાક ઉડાવી છે.
Be the first to comment