મુસ્લિમોએ પયગંબર (સ.અ.વ.) પછી ઉમ્મતના ઈમામત ખીલાફ્ત માટે વિવિધ માપદંડો અને લાયકાતો રજૂ કરી છે.
વિવિધ સમુદાયો દ્વારા ઈમામત / ખિલાફત માટે દર્શાવવામાં આવેલી કેટલીક લાયકાતો આ મુજબ છે:
- પયગંબર (સ.અ.વ.)ના અસ્હાબ (સાથી હોવું)
- ઉમ્રમાં વરિષ્ઠતા
- સર્વસંમતિ (ઈજમા)
- ખાસ આ હેતુ માટે રચાયેલી સમિતિ (શૂરા)
પરંતુ , આ તમામ માપદંડો ટૂંકી દ્રષ્ટિવાળા હતા અને વધુમાં વધુ પયગંબર (સ.અ.વ.) પછીની માત્ર બે પેઢીઓ સુધી નેતૃત્વના મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરતા હતા.
તેઓ એવા કોઈ એક માપદંડને વ્યાખ્યાયિત કરવામાં નિષ્ફળ જાય છે જે સમયની કસોટી પર ખરો ઉતરે અને કયામતના દિવસ સુધી પેઢી દર પેઢી માર્ગદર્શક બની શકે, કારણ કે દિન કયામત રહેશે.
જવાબ
જો મુસ્લિમોએ પવિત્ર કુરાન પર ધ્યાન આપ્યું હોત, તો તેઓ કયામતના દિવસ સુધીની ઈમામતના સર્વોચ્ચ માપદંડ વિશે જાણી શક્યા હોત.
ઈમામતની લાયકાત બાબતે ઈમામ અલી રઝા (અ.સ.)
ઈમામત પરના એક લાંબા વર્ણનમાં, ઈમામ અલી ઇબ્ને મૂસા અલ-રઝા (અ.સ.) પવિત્ર કુરાન મુજબ ઈમામત માટેના સૌથી મહત્વપૂર્ણ માપદંડની રૂપરેખા આપે છે:
અલ્લાહે (ઈબ્રાહીમ (અ.સ.)) ને ફરમાવ્યું – “નિઃશંકપણે હું તને લોકોનો ઈમામ બનાવીશ…”
આ સાંભળીને ઈબ્રાહીમ (અ.સ.) એ ઉત્સાહમાં આવીને કહ્યું – “અને મારા વંશજોમાંથી પણ?”
અલ્લાહ સર્વશક્તિમાને ફરમાવ્યું – “મારો આ કરાર (અહદ) અન્યાયીઓ (ઝાલિમો) માટે નથી.”
તેથી આ આયત કયામતના દિવસ સુધી દરેક અન્યાયી વ્યક્તિ માટે ઈમામતના અધિકારને રદ કરે છે અને તે (માત્ર) પસંદ કરેલા લોકો માટે જ છે…
સંદર્ભ:
- અલ-કાફી ભા. ૧, પાના ૧૯૯-૨૦૩;
- તોહફુલ ઉકુલ પાના ૪૩૬-૪૪૨;
- નોમાનીની અલ-ગૈબાહ પાના ૨૧૭-૨૨૮;
- શેખ સદૂકની અલ-અમાલી પાના ૬૭૩-૬૮૦;
- ઉયૂન અખ્બારુલ રઝા ભા. ૧, પાના ૨૧૭-૨૨૨.
તારણ
સ્પષ્ટપણે, અમીરુલ મોઅમેનીન (અ.સ.)ના વંશમાંથી આવતા માસૂમ પુત્રો (માંસુમ /ભૂલથી પાક) જ ઉમ્મતના ઈમામ છે. પવિત્ર કુરાન દ્વારા સમજાવાયેલ ‘ઈસ્મત’ (માંસુમ /ભૂલથી પાક)ના માપદંડના આધારે તેઓ જ આ હોદ્દા માટે લાયક છે.
બાકીના તમામ માનવસર્જિત માપદંડો જેમ કે અસ્હાબ, વયમાં વરિષ્ઠતા, સર્વસંમતિ અથવા સમિતિનો નિર્ણય એ ટૂંકા ગાળાના, અલ્પદ્રષ્ટિવાળા અને ક્ષતિગ્રસ્ત અને અપુર્ણ છે; તેઓ કયામતના દિવસ સુધી મુસ્લિમોના નેતૃત્વ અંગે સ્પષ્ટ જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા છે.
Be the first to comment