અલ્લાહને રાઝી કરવા માટે તેના દોસ્તો સાથે દોસ્તી રાખવી (તવલ્લા) અને તેના દુશ્મનોથી દૂર રહેવું (તબર્રા), આ બંને બાબતો માટે સૌ પ્રથમ જરૂરી છે કે આપણે તેના(અલ્લાહના) દોસ્તો અને દુશ્મનોને ઓળખીએ.
એક રસપ્રદ પ્રસંગ પરથી આપણે જાણીએ કે મુસલમાનો અલ્લાહના દોસ્તો અને તેના દુશ્મનોને સરળતાથી કેવી રીતે ઓળખી શકે:
એક શખ્સે પયગંબર (સ.અ.વ.)ને પૂછ્યું: અય અલ્લાહના રસૂલ(સ.અ.વ.)! હું કેવી રીતે જાણી શકુ કે મારી દોસ્તી અને દુશ્મની અલ્લાહ માટે છે? અને અલ્લાહનો દોસ્ત કોણ છે? જેની સાથે મારે દોસ્તી રાખવી જોઈએ, અને અલ્લાહનો દુશ્મન કોણ છે, જેને મારે મારો દુશ્મન માનવો જોઈએ?
પવિત્ર પયગંબર (સ.અ.વ.)એ અલી (અ.સ.) તરફ ઈશારો કરીને કહ્યું:
શું તું આ શખ્સને જોઈ રહ્યો છે?
તે માણસે જવાબ આપ્યો: હા, અય અલ્લાહના રસૂલ(સ.અ.વ.)
પવિત્ર પયગંબર (સ.અ.વ.)એ ફરમાવ્યું: જે કોઈ અલી (અ.સ.)નો દોસ્ત છે, તે અલ્લાહનો દોસ્ત છે, એટલે તું પણ તેની સાથે દોસ્તી રાખ. અને જે કોઈ અલી (અ.સ.)નો દુશ્મન છે, તે અલ્લાહનો દુશ્મન છે, એટલે તું પણ તેને તારો દુશ્મન માન. તેમના દોસ્તો સાથે દોસ્તી રાખ, ભલે તે તારા પિતા અથવા તારા પુત્રનો કાતિલ પણ હોય. અને તેના દુશ્મનો સાથે દુશ્મની રાખ, ભલે તે તારો પિતા કે તારો પુત્ર જ કેમ ન હોય.
- તફસીરે ઈમામ હસન અસ્કરી (અ.સ.), પા ૪૯, સુરએ ફાતેહા (૧): ૭ હેઠળ
આ અને આના જેવી અન્ય હદીસો સ્પષ્ટ રીતે અલ્લાહના દોસ્તો અને તેના દુશ્મનોને ઓળખાવે છે.
જ્યારે અલી (અ.સ.)ના દોસ્તો તો સારી રીતે જાણીતા છે, ત્યારે ઈમામ (અ.સ.)ના દુશ્મનો અંગે મુસલમાનોમાં થોડો મતભેદ અને વિવાદ જોવા મળે છે.
જેઓએ ઈમામ (અ.સ.) સામે જંગ કરી, તેમના હક્કો અંગે વિવાદ કર્યો, તેમના પરિવારના સભ્યો પર હુમલો કર્યો અને તેમની મિલ્કત પર કબજો કર્યો, તેઓને મુસલમાનો ઓળખે છે, પરંતુ તેમ છતાં તેઓ તેમને અલી (અ.સ.)ના દુશ્મન તરીકે અને તેથી અલ્લાહના દુશ્મન તરીકે સ્વીકારવા તૈયાર નથી.
આવી હદીસોમાં મુસલમાનો એ એક મહત્વની વાત ચૂકી જવી જોઈએ નહીં:
તેઓ પયગંબર (સ.અ.વ.)ના સહાબીઑ અને પત્નીઓને અલ્લાહના દુશ્મન તરીકે ઓળખવામાં સંકોચ અનુભવે છે, અને તેઓ અમીરુલ મોમીનીન (અ.સ.) સાથે તેમની દુશ્મનીના આધારે તેઓને દુશ્મન માનવામાં અચકાય છે, પરંતુ હકીકતમાં તેમને તો હુકમ આપવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ અલી (અ.સ.)નો દુશ્મન હોય, તો ચાહે પોતાનો પિતા કે પુત્ર હોય તો પણ તેને છોડવો નહીં.
જ્યારે પોતાના પિતા અથવા પુત્રને પણ દુશ્મન માનવાનો હુકમ છે, ત્યારે પયગંબર (સ.અ.વ.)ના સહાબીઑ અને પત્નીઓ વિશે સંકોચ કરવાનો પ્રશ્ન ક્યાં રહે છે?!
Be the first to comment